ટોમેટો રાઈસ (tomato rice recipe in gujarati)

Dolly Porecha
Dolly Porecha @cook_23519178

#ફટાફટ
ટોમેટો રાઈસ એ સાઉથ ઇન્ડિયન વાનગી છે. આ રાઈસ ઓછાં ઘટકો અને વેજીટેબલ વિના બની જાય છે. આ રાઈસ એ ખૂબ જ ઝડપથી અને સરળતાથી બની જાય છે. જ્યારે કોઈ શાક ઘરમાં ન હોય ત્યારે માત્ર ટમાટા અને ડુંગળી ના ઉપયોગ થી બનાવી શકાય છે. ટોમેટો રાઈસ એ જૂદી જૂદી રીતે બનાવવામાં આવે છે પરંતુ પ્રેસર કૂકરમાં એ માત્ર ૧૦ જ મિનિટ માં બની જાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧ વાટકીબાસમતી ચોખા
  2. ટામેટા
  3. ડુંગળી
  4. ૧ ચમચીઆદુ લસણ ની પેસ્ટ
  5. મરચું
  6. ફૂદીનો
  7. કોથમીર
  8. મસાલા
  9. ૧ ચમચીલાલ મરચું પાઉડર
  10. ૧ ચમચીધાણાજીરૂ
  11. ૧/૪ ચમચીહળદર
  12. મીઠું સ્વાદાનુસાર
  13. વઘાર માટે
  14. ઘી
  15. ૨-૩ લવિંગ
  16. તમાલપત્ર
  17. ઇલાયચી
  18. લાલ મરચું
  19. લીમડાના પાન

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ ચોખા ને અડધો કલાક પહેલા પલાળી રાખો.

  2. 2

    કૂકરમાં ઘી ગરમ કરી વઘાર કરી લો. તેમાં ડુંગળી સાંતળો ત્યારબાદ તેમાં ટામેટા સાંતળો અને આદુ મરચાં ની પેસ્ટ ઉમેરવી. ટામેટા ચડવા દો.

  3. 3

    ટામેટા ચડવા લાગે એટલે તેમાં ચોખા ઉમેરી ૫ મિનિટ શેકી તેમાં ૨ વાટકી પાણી ઉમેરી બધાં જ મસાલા ઉમેરીને બરાબર મિક્ષ કરી લો.

  4. 4

    પૂદીના કોથમીર ઝીણાં સમારી ઉમેરો. કૂકરમાં આકરા તાપે ૨ સીટી સાથે બાફી લો. ગરમાગરમ ટોમેટો રાઈસ સવૅ કરવા માટે તૈયાર છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Dolly Porecha
Dolly Porecha @cook_23519178
પર

ટિપ્પણીઓ

Similar Recipes