ટી ટાઈમ બ્રેડ ફોકાસીઆ

Khyati Dhaval Chauhan
Khyati Dhaval Chauhan @the_veggie_vogue
Gujarat

#ટીટાઈમ
#પોસ્ટ1
ટી ટાઈમ એક એવો ટાઈમ છે જેમાં આપણે હલકું ફૂલકું એવુ સનેકસ શોધીએ છીએ જેથી નાની નાની ભૂખ પણ મટી જાય અને રાત નું જમવાનું પણ ના બગડે. ઘણી વખત આપણે તળેલું ખાવાનું અવોઇડ કરતા હોઈએ છીએ વાતાવરણ ને અનુંસંધાન મા લઇ ને અથવા તો હેલ્થ ને લઇ ને. આજે હું લાવી છું એક ફ્લેવર ફુલ બ્રેડ ની રેસીપી. આ એક ઇટાલિયન બ્રેડ છે જેને વર્જિન ઓલિવ ઓઇલ મા વિવિધ ટોપપિંગ્સ જોડે બનાવવામાં આવે છે. તે સ્વાદ મા ખુબ જ સરસ લાગે છે. મેં અહીં મેંદો વાપર્યો છે તમે ઈચ્છો તો ઘઉં નો લોટ પણ લઇ શકો.

ટી ટાઈમ બ્રેડ ફોકાસીઆ

2 કુક્સ આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

#ટીટાઈમ
#પોસ્ટ1
ટી ટાઈમ એક એવો ટાઈમ છે જેમાં આપણે હલકું ફૂલકું એવુ સનેકસ શોધીએ છીએ જેથી નાની નાની ભૂખ પણ મટી જાય અને રાત નું જમવાનું પણ ના બગડે. ઘણી વખત આપણે તળેલું ખાવાનું અવોઇડ કરતા હોઈએ છીએ વાતાવરણ ને અનુંસંધાન મા લઇ ને અથવા તો હેલ્થ ને લઇ ને. આજે હું લાવી છું એક ફ્લેવર ફુલ બ્રેડ ની રેસીપી. આ એક ઇટાલિયન બ્રેડ છે જેને વર્જિન ઓલિવ ઓઇલ મા વિવિધ ટોપપિંગ્સ જોડે બનાવવામાં આવે છે. તે સ્વાદ મા ખુબ જ સરસ લાગે છે. મેં અહીં મેંદો વાપર્યો છે તમે ઈચ્છો તો ઘઉં નો લોટ પણ લઇ શકો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

4 સર્વિંગ્સ
  1. 250 ગ્રામમેંદો
  2. 50-60મિલી ઓલિવ ઓઈલ
  3. 135મિલી પાણી
  4. 20 ગ્રામખાંડ
  5. 10 ગ્રામમીઠું
  6. 20 ગ્રામએક્ટિવ યીસ્ટ
  7. અડધી ચમચી ચીલી ફ્લેક્સ
  8. અડધી ચમચી ઓરેગાનો
  9. અડધી ચમચી ગાર્લિક પાવડર
  10. ટોપપિંગ્સ માટે
  11. 1 મોટો ચમચોઓલિવ ઓઈલ
  12. હાફ કપ કાપેલો કાંદો લીલું કેપ્સીકમ અને લાલ કેપ્સીકમ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    યીસ્ટ અને ખાંડને પાણીમાં ઓગાળી 10 થી 15 મિનિટ રહેવા દો.

  2. 2

    હવે એક મોટા વાસણમાં મેંદો, ઓલિવ ઓઈલ, ખાંડ અને યીસ્ટ નું પાણી, મીઠું, ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો, ગાર્લિક પાવડર નાખો અને વ્યવસ્થિત મિક્સ કરી લો.

  3. 3

    જરૂર મુજબ પાણી નાખતા જઈ મધ્યમ સોફ્ટ એવો લોટ બાંધી લો. લોટને મોટા ગ્રીસ કરેલા વાસણમાં લઈ સુતરાઉ કપડાથી ઢાંકીને એક થી દોઢ કલાક માટે રહેવા દો. આ સમય દરમિયાન લોટ સાઇઝમાં ડબલ થઈ ગયો હશે.

  4. 4

    હવે આ લોટ ને દોઢ કલાક પછી લઈ તેજ હળવા હાથે મસળી અને ગ્રીસ કરેલી પાઇ ની ટ્રે મા લઈ લો. હાથની આંગળીઓ વડે ફેલાવી ચપટો કરી ગોળ શેપ બનાવી લો.

  5. 5

    હવે આંગળીઓની મદદથી ફેલાવેલા જાડા રોટલા માં કાણા પાડી દો જેથી ઓલિવે ઓઇલ અંદર સુધી જય શકે. આ સ્ટેપ ફોકસીઆ બનવાનું મૈન સ્ટેપ છે જે કરવું આવશ્યક છે. એના થી જ ઓલિવ ઓઇલ નો ફ્લેવર એન્હાન્સ થાય છે.

  6. 6

    હવે રોટલા પર ઓલિવ ઓઇલ અને વિવિધ ટોપીપિંગ લગાવો. તમે ઈચ્છો જોડે જોડે ઓરેગાનો અને ચિલ્લી ફ્લેક્સ પણ છાટી શકો છો.

  7. 7

    હવે આ બ્રેડ ને પ્રેહીટેડ ઓવેન મા 180°c પર 15-20 મિનિટ માટે બેક કરી લો. અને ગરમ ગરમ ફોકસીઆ બ્રેડ ને સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Khyati Dhaval Chauhan
Khyati Dhaval Chauhan @the_veggie_vogue
પર
Gujarat
she is a Home Baker and A craft lover person. She loves to make yummy food for family.
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes