મુગદાલ રાઈસ પેનકેક અને થાઈ સેલાડ

Yasmeeta Jani
Yasmeeta Jani @cook_17457709

મગની દાળ ભાત આમતો આપણે બનાવતા હોઈએ છે પણ મે તેમાંથી પેનકેક બનાવ્યા જે હેલ્ધી છે અને સાથે જે થાઈ સેલાડ છે જેમા વપરાયેલા ઘટકો પણ પોષણક્ષમ છે
#ફયુઝનવીક
#ગામઠીરેસીપી

મુગદાલ રાઈસ પેનકેક અને થાઈ સેલાડ

મગની દાળ ભાત આમતો આપણે બનાવતા હોઈએ છે પણ મે તેમાંથી પેનકેક બનાવ્યા જે હેલ્ધી છે અને સાથે જે થાઈ સેલાડ છે જેમા વપરાયેલા ઘટકો પણ પોષણક્ષમ છે
#ફયુઝનવીક
#ગામઠીરેસીપી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

આશરે  2 કલાક
  1. પેન કેક બનાવવા માટે જોઇશે
  2. 1વાટકી ચોખા
  3. 1વાટકી મગની પીળી દાળ
  4. મીઠું સ્વાદ મુજબ
  5. 2તીખા મરચાં
  6. 1 ચમચીચણાનો લોટ
  7. 2 ચમચીકોથમીર
  8. ચપટીહળદર
  9. થાઈ સેલાડ બનાવવા માટે જોઈશે
  10. 1ગાજર
  11. 1મોટુ બાઉલ પપૈયુ
  12. 1 ચમચીમધ
  13. 1 ચમચીલીંબુ નો રસ
  14. સ્વાદ મુજબ મીઠું
  15. 1નાની ડુંગળી
  16. 2કળી લસણ
  17. 1 ચમચીખારી સીંગ
  18. 1 ચમચીશેકેલા તલ

રાંધવાની સૂચનાઓ

આશરે  2 કલાક
  1. 1

    દાળ અને ચોખા ધોઇને કલાક પલાળી રાખવા

  2. 2

    હવે દાળ અને ચોખા સરસ રીતે પલળી ગયા છે ફરી એકવાર ધોઇને સરસ રીતે મીક્ષર મા ફાઇન પીસી લેવા

  3. 3

    હવે તેમાં મરચાં ઝીણાં સમારી અથવા પીસી ને લેવા કોથમીર પણ નાખો

  4. 4

    સ્વાદ મુજબ મીઠુ

  5. 5

    હવે બધુ મિક્સ કરવુ

  6. 6

    હવે તેને સારી રીતે મિક્સ કરીને થોડી વાર રહેવા દેવો

  7. 7

    હવે આપણે ત્યાં સુધી સલાડ ની તૈયારી કરી એ

  8. 8

    પપૈયા અનેગાજર ને છાલ કાઢીને છીણી લેવા

  9. 9

    લસણની કળીઓ ડુંગળી અને ખારી સીંગ ને અધકચરા ક્રશ કરી લો

  10. 10

    હવે તેમાં લીંબુ નો રસ નાખો

  11. 11

    મધ નાખો

  12. 12

    અધકચરા કરેલા લસણ શીગ અને ડુંગળી ઉમેરો તલ પણ ઉમેરો

  13. 13

    મીઠુ ઉમેરો અને છીણેલા પપૈયા અને ગાજર મા બધુ સરખી રીતે મિક્સ કરીને તૈયાર કરી લો

  14. 14

    તૈયાર છે આપણું થાઈ સેલાડ

  15. 15

    હવે તૈયાર થઈ ગયેલા ખીરા ને સરસ રીતે હલાવી ને નાના પેનકેક ઉતારી લેવા

  16. 16

    તો તૈયાર છે આપણા મીની પેનકેક અને ટેસ્ટી થાઈ સેલાડ સાથે દહીં અને લીલી ચટણી પણ છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Yasmeeta Jani
Yasmeeta Jani @cook_17457709
પર

ટિપ્પણીઓ

Similar Recipes