રાંધવાની સૂચનાઓ
- 1
બટેટા ને બાફી છાલ ઉતારી ને સાવ બારીક છુંદો કરો તેમા ૧/૨ કપ તપકીર નો લોટ નાખો સ્વાદ મુજબ મીઠુ નાખો,બધુ ભેગુ કરી મસળી ને એકરસ કરો ને બટેટા નો માવો તૈયાર કરો
- 2
બધાજ શાકભાજી જીણા સમારો અને એક કડાઈ મા એક ચમચી બટર નાખો પછી તેમા ડુગળી નાખો ડુગળી સાતળાય જાય એટલે તેમા ફણસી, ગાજર,બાફેલી મકાઈ ના દાણા,ટમેટુ,કેપ્સિકમ, મેગી મસાલો,ટમેટો સોસ,સ્વાદ મુજબ મીઠુ,પેપરીકા,ઓરેગાનો, અને છેલ્લે કોબી નાખી હલાવો ૧ થી ૨ મીનીટ પછી નીચે ઉતારી આ સ્ટફિંગ ઠંડુ પડે એટલે તેમા ચીઝ ખમણી ને નાખો
- 3
હવે બબટેટા નો માવો થોડો હાથમા લઈ હથેળી ની મદદ થી એક થેપલી તૈયાર કરો અને તેમા એક ચમચી વેજીટેબલ નુ સ્ટફિંગ નાખો અને પેટીસ વાળો અને તપકીર ના લોટ મા રગદોળો,બટેટા ના માવા ની થેપલી બનાવતી વખતે માવો હથેળીમા નો ચોટે તેના માટે હથેળીમા થોડો તપકીર નો લોટ લગાડવો
- 4
એક કડાઈ મા તેલ મુકી તેમા આ પેટીસ તળીલો આછા બ્રાઉન રંગ ની થાય ત્યા સુધી,તૈયાર છે વેજ પીઝા પેટીસ,
- 5
આ પેટીસ ને ટમેટો સોસ સાથે પીરસો.
- 6
અહીયા મે બન્ને રીતે પેટીસ ની ડીશ તૈયાર કરી છે એક ટમેટો સોસ સાથે અને બીજી ખજૂર આમલી ની ચટણી, મોળુ દહી, ધાણાભાજી,મરચાં, ફોદીનો,લીમ્બુ ની લીલી ચટણી જીણી સેવ,દાળમ ના દાણા નાખી ને ડીશ તૈયાર કરી છે
- 7
નોધ; આ પેટીસ બન્ને રીતે પીરશી શકાય છે પણ ટમેટો સોસ સાથે વધુ સારી લાગસે,અહીં મે ફરાળી પેટીસ ની જગ્યાએ વેજીટેબલ વાળી પીઝા પેટીસ બનાવી છે, આ પેટીસ ના ૨૫ થી ૨૮ નંગ બનસે,આ પેટીસ મા જો ચીઝ નો નાખવુ હોય તો શાકભાજી ની સાથે થોડું લીલા ટોપરા નુ ખમણ,કીશમીશ નાખી શકાય છે સ્ટફિંગ મા,અને પેપરીકા,ઓરેગાનો નો નાખવુ.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
મેગી-પીઝા
#જોડી આમ પણ બાળકોને મેગી ખૂબ જ પસંદ હોય છે અને પીઝા પણ તો આ બન્નેનું કોમ્બિનેશન એટલે મેગી- પિઝા .ખુબ જ સરસ અને ઓછા સમયમાં થઈ જાય છે તમે પણ ટ્રાય કરજો. Kala Ramoliya -
-
-
-
-
-
-
વેજીટેબલ પાસ્તા ઈન વયાઇટ સોસ (Vegetable Pasta In White Sauce Recipe In Gujarati)
#GA4 #Week5 Sangeeta Ruparel -
-
નો યીસ્ટ પીઝા
#NoOvenBaking શેફ નેહા શાહ ની રેસીપી જોઈ મેં આજે યીસ્ટ વગર ઓવન વગર ઘઉંના લોટના પીઝા બનાવેલા છે જે ખાવામાં ખૂબ જ હેલ્ધી છે બાળકો માટે આ પીઝા હેલ્ધી પણ છે અને ટેસ્ટી પણ છે. Khushi Trivedi -
-
-
-
-
-
-
-
પુડા પીઝા
#રસોઈનીરંગત #ફયુઝનવીક આ રેસીપી ઈન્ડિયન અને મેક્સિકન વાનગી નું કોમ્બીનેશન છે. Tejal Hitesh Gandhi -
-
બેબી મસાલા પાપડ ::: (Baby Masala Papad recipe in Gujarati)
#goldenapron3 #week23 #papad Vidhya Halvawala -
-
More Recipes
ટિપ્પણીઓ