ગોબી મસાલા પુલાવ

Harsha Israni
Harsha Israni @cook_14344309
Virpur (mahisagar) Gujarat

#ઇબુક
#Day4
આ પુલાવમાં ફ્લાવર ,ડુંગળી ,ટામેટાં અને તજ ,તમાલ પત્ર જેવા મસાલા ઊમેરીને કૂકરમાં ગોબી મસાલા પુલાવ બનાવી છે ખાવામાં ખુબ જ ટેસ્ટી લાગે છે .

ગોબી મસાલા પુલાવ

#ઇબુક
#Day4
આ પુલાવમાં ફ્લાવર ,ડુંગળી ,ટામેટાં અને તજ ,તમાલ પત્ર જેવા મસાલા ઊમેરીને કૂકરમાં ગોબી મસાલા પુલાવ બનાવી છે ખાવામાં ખુબ જ ટેસ્ટી લાગે છે .

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
4 વ્યક્તિ
  1. 1 કપબાસમતી ચોખા
  2. 1 કપફ્લાવર (મોટું સમારેલું)
  3. 1/2 કપડુંગળી (લાંબી સમારેલી)
  4. 2-3લીલા મરચા (લાંબા સમારેલાં)
  5. 1/2 કપટામેટા (લાંબા સમારેલા)
  6. 1 ટુકડોતજ
  7. 1તમાલ પતર
  8. 2-3નંગ કાળા મરી
  9. 2-3નંગ લવીંગ
  10. 1નંગ સ્ટાર વરીયાળી
  11. 2નંગ લીલી ઈલાયચી
  12. 1 ટીસ્પૂનઆદુ -લસણની પેસ્ટ
  13. 1 ટીસ્પૂનલાલ મરચું
  14. 1 ટેબલસ્પૂનતેલ
  15. 1 ટેબલસ્પૂનઘી
  16. મીઠું સ્વાદઅનુસાર
  17. 1/2 ટીસ્પૂનહળદર
  18. 1 ટીસ્પૂનગરમ મસાલો
  19. 2 ટેબલસ્પૂનસમારેલી કોથમીર
  20. સજાવવા માટે -
  21. કોથમીર

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ ફ્લાવરને ગરમ પાણીમાં ધોઈને એક બાઉલમાં લઈ તેમાં મીઠું હળદર, લાલ મરચું મિક્સ કરીને 15 મિનિટ મૂકી દો.

  2. 2

    ચોખાને પાણીથી ધોઈને 15 મિનિટ પાણીમાં પલાળી લો.

  3. 3

    એક કૂકરમાં તેલ અને ઘી ગરમ કરી લવિંગ, ઈલાયચી, સ્ટાર વરિયાળી, તજ, તમાલ પત્ર કાળા મરી સાંતળીને ડુંગળી,લીલાં મરચા ઉમેરીને 5 મિનિટ આછા ગુલાબી રંગના સાંતળો.

  4. 4

    ડુંગળ સંતળાઈ જાય ત્યારે આદુ -લસણની પેસ્ટ અને ટામેટા ઉમેરીને 2 મિનિટ સાંતળી મસાલાવાળી ફલાવેરને ઉમેરીને મિક્સ કરો.

  5. 5

    છેલ્લે ચોખા ઉમેરીને હલકા હાથે મિક્સ કરીને ગરમ મસાલો, મીઠું (જરૂર મુજબ),પાણી અને કોથમીર ઉમેરીને મિક્સ કરી કુકરનું ઢાંકણ બંધ કરી 2-3 સીટી વગાડીને ગેસ બંધ કરી દો.

  6. 6

    તૈયાર છે ગોબી મસાલા પુલાવ કોથમીરથી સજાવીને દહી સાથે પીરસો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Harsha Israni
Harsha Israni @cook_14344309
પર
Virpur (mahisagar) Gujarat
I like making cake#innovative recipes#love cooking
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes