કિવનોઆ-દાળ ખીચડી

Jasmin Motta _ #BeingMotta
Jasmin Motta _ #BeingMotta @cook_12567865

#ખીચડી
સ્વાદિષ્ટ, પૌષ્ટિક, લો કેલરી,વન પોટ મીલ..
તંદુરસ્ત રહેવા માટે...
કિવનોઆ , મોગર દાળ , મિક્સ વેજીટેબલ સાથે બનાવેલ આ પ્રોટીન સ્ત્રોત આહાર......કિવનોઆ-દાળ ખીચડી.

કિવનોઆ-દાળ ખીચડી

2 કમેન્ટ્સ કરેલ છે

#ખીચડી
સ્વાદિષ્ટ, પૌષ્ટિક, લો કેલરી,વન પોટ મીલ..
તંદુરસ્ત રહેવા માટે...
કિવનોઆ , મોગર દાળ , મિક્સ વેજીટેબલ સાથે બનાવેલ આ પ્રોટીન સ્ત્રોત આહાર......કિવનોઆ-દાળ ખીચડી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧/૨ કપ કિવનોઆ
  2. ૧/૨ કપ મોગર દાળ
  3. ૧/૪ ટી સ્પૂન હળદર
  4. મીઠું સ્વાદાનુસાર
  5. ૧/૨ કપ ફણસી,ગાજર નાં ટુકડા
  6. ટુકડા૧ ટમેટાં ના
  7. ૧ ડુંગળી સમારેલી
  8. વઘાર માટે
  9. ૨ ટેબલ સ્પૂન તેલ
  10. ૧/૨ ટી સ્પૂન જીરું
  11. ૧/૪ ટી સ્પૂન હળદર
  12. ચપટીહિંગ
  13. ૧ ટી સ્પૂન આદુ મરચાં ની પેસ્ટ
  14. તમાલપત્ર
  15. મીઠું સ્વાદાનુસાર
  16. ખીચડી ઉપર ના રેડવા / વઘાર માટે
  17. ૨ ટેબલ સ્પૂન ઘી
  18. ટુકડો૧ તજ નો
  19. ૨-૩ લવિંગ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    કિવનોઆ અને મોગર દાળ ને અલગ-અલગ ઘોઈ અને ૧/૨ કલાક પલાળી રાખો. પછી પાણી નિતારી ને બન્ને ને મિક્સ કરી કુકર ના ડબ્બા માં નાખી ને મીઠું અને હળદર નાખીને મિક્સ કરી ૧ ગ્લાસ પાણી ઉમેરીને ૩ સીટી વગાડી ને કુકરમાં બાફી લો.

  2. 2

    બીજા ગેસ પર નોન સ્ટિક પાન પ્રેશર કુકરમાં તેલ ગરમ કરી તેમાં જીરું, હીંગ, તમાલપત્ર અને હળદર નો વઘાર કરી તેમાં સમારેલા શાકભાજી નાખી, મીઠું સ્વાદાનુસાર,૧ કપ પાણી ઉમેરો અને ૨ સીટી વગાડી ને બાફી લો.

  3. 3

    બન્ને કુકર ખોલીને બાફેલા કિવનોઆ અને મોગર દાળ ને બાફેલા શાકભાજી માં (નોન સ્ટિક પ્રેશર કુકરમાં) નાખી ને મિક્સ કરી (મીઠું અગર જરુરીયાત હોય તો નાખવું) ને ૨-૩ મિનિટ સુધી પકાવો.

  4. 4

    ખીચડી ને બોઉલ માં કાઢી લો. એક તડકા પાન માં ઘી ગરમ કરી તેમાં તજ લવિંગ નો વઘાર કરી,કિવનોઆ-દાળ ખીચડી પર રેડો અને પીરસો.

  5. 5

    સ્વાદિષ્ટ ગરમાગરમ કિવનોઆ-દાળ ખીચડી નો સ્વાદ માણો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Jasmin Motta _ #BeingMotta
પર

Similar Recipes