"ઢોસા વિથ સાંભાર"

Smitaben R dave
Smitaben R dave @Smita_dave
Bhavnagar
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ઢોસા માટે સામગ્રી::--------~>>
  2. 1 કપચોખા
  3. 0|| અડદની દાળ
  4. મીઠું જરૂર મુજબ
  5. 1ચમચો તેલ
  6. 0l ચમચી ઈનો(સોડા)
  7. સાભાર માટેની સામગ્રી:-
  8. 1 કપતુવેરદાળ
  9. 0| ચમચી હળદર
  10. 0| | ચમચી ધાણાજીરું
  11. 1 ચમચીશીંગદાણા
  12. 2નંગ કોકમના ફૂલ
  13. 2નાના ટામેટા
  14. 1 ચમચીસાભાર મસાલો
  15. સાંભારના વઘાર માટે સામગ્રી::---->
  16. 0| ચમચી રાય
  17. 0| ચમચી જીરું
  18. 0| ચમચી મેથીના દાણા
  19. 0| ચમચી હિંગ
  20. 0| l ચમચી લાલ મરચું
  21. 0l ચમચી તલ
  22. 0| અડદની દાળ
  23. 2ચપચી ખાંડ
  24. 4-5મીઠા લીમડાના પાન
  25. કોથમીર
  26. 2 ચમચીસમારેલા કાંદા
  27. 3 ચમચીતેલ
  28. સ્ટફિંગ માટે સામગ્રી::--->
  29. 1મોટું બાફેલું બટાકુ
  30. 3 ચમચીકોબી
  31. મીઠું સ્વાદ અનુસાર
  32. 0| ચમચી હળદર
  33. 0| ચમચી મરીનો ભુક્કો
  34. 1મોટું લીલું મરચું(જીીણુુ) સમાાારેેલુુ
  35. 2 ચમચીતેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ અડદદાળ અને ચોખા 6 થી 7 કલાક પલાળો ત્યારબાદ મીક્ષચરમાં ક્રશ કરી લો અને બે ચમચી છાશ નાંખી 4 કલાક ઢાંકી દો. ત્યારબાદ તુવેરદાળ ધોઈને કૂકરમાં બાફી લો અને ક્રશ કરી લો.ત્યારબાદ તેમાં જરૂરી પાણી ઉમેરી લીલા મરચાના ટુકડા, ક્રશ કરેલું આદુ,શીંગદાણા,કોકમના ફૂલ,સુધારેલા ટામેટા,ધાણા જીરું,મીઠું,હળદર,ખાંડ નાખી ઉકળવા મુકો. સાંભાર મસાલો ઉમેરો

  2. 2

    બરાબર ઉકળી જાય એટલે વઘારીયામાં તેલ ગરમ કરી તેમાં રાઈ,જીરું નાખો પછી અડદની દાળ નાંખો અને ગુલાબી થાય પછી મેથી અને લીમડાનાં પાન અને હિંગ,લાલ મરચું અને સાંભારમાં ઉમેરો. ફરીવાર એક ચમચી તેલ ગરમ મૂકી તેમાં જીણા સમારેલા કાંદા સાંતળો અને સંતળાઈ જાય એટલે સાંભારમાં ઉમેરો.

  3. 3

    સ્ટફિંગ બનાવવાની રીત: સૌપ્રથમ તેલ ગરમ કરી તેમાં જીરું નાખો,જીરું તતડી જાય એટલે લીલા મરચા અને હિંગ નાખી કોબી નાખો,કોબી ચડવા આવે એટલે ઝીણું સુધારેલું બટાકુ નાખો અને હળદર મીઠું મિક્ષ કરી ઉતારી લો.મરીનો ભૂકો. મીક્સ કરો.કોથમીર નાખો.

  4. 4

    સાંભારદાળ ધીમી આંચે ગરમ રાખી બીજા ગેસ પર ખીરા માંથી ઢોસા ઉતારો.ઢોસાને ઉથલાવી તેના પર સ્ટફિંગ મૂકી ઢોસા વાળી દો અને પ્લેટમાં લઈ લો.

  5. 5

    કેળનું પાન ધોઈ તેમાં ઢોસાને પીરસી સાભાર ને ર્કોથમીરથી ગાર્નિશ કરી કોપરાની ચટણી સાથે અને દહીં સાથે ગરમા ગરમ પીરસો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Smitaben R dave
Smitaben R dave @Smita_dave
પર
Bhavnagar

ટિપ્પણીઓ

Similar Recipes