વઘારેલો સ્પાઈસી રોટલો

Smitaben R dave
Smitaben R dave @Smita_dave
Bhavnagar

#RB6
#માય રેશીપી બુક
#લેફ્ટ ઓવર રેશીપી
#પરંપરાગત
રોટલો એ એકદમ હેલ્ધી,દેશી અને વેઈટલોસ માટેનો ઉતમ ખોરાક છે.રાત્રે દૂધ,શાક,અને રોટલા બનાવ્યા હોય અને એક બે વધ્ધા હોય તો બીજે દિવસે સવારમાં વઘારીને નાસ્તામાં ખાઈ શકાય. તેમ જ અનાજ પણ ન બગડે.નાસ્તામાં શું બનાવવું એ પ્રશ્ર્ન પણ હલ થઈ જાય.અને નવીનતા પણ લાગે.તો ચાલો બનાવીએ વઘારેલો રોટલો.

વઘારેલો સ્પાઈસી રોટલો

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

#RB6
#માય રેશીપી બુક
#લેફ્ટ ઓવર રેશીપી
#પરંપરાગત
રોટલો એ એકદમ હેલ્ધી,દેશી અને વેઈટલોસ માટેનો ઉતમ ખોરાક છે.રાત્રે દૂધ,શાક,અને રોટલા બનાવ્યા હોય અને એક બે વધ્ધા હોય તો બીજે દિવસે સવારમાં વઘારીને નાસ્તામાં ખાઈ શકાય. તેમ જ અનાજ પણ ન બગડે.નાસ્તામાં શું બનાવવું એ પ્રશ્ર્ન પણ હલ થઈ જાય.અને નવીનતા પણ લાગે.તો ચાલો બનાવીએ વઘારેલો રોટલો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 2 નંગબાજરાના રોટલા
  2. મીઠું સ્વાદમુજબ
  3. વઘાર માટે
  4. 1 મોટો ચમચોશીંગતેલ
  5. 8-10કળી સૂકું લસણ જીણુ સમારેલું
  6. 0ll ચમચીરાઈ
  7. 0ll ચમચી જીરું
  8. 2 નંગડુંગળી જીણી સમારેલી
  9. લીલી મરચાં જીણા સમારેલા
  10. ૧ ટુકડોઆદુ ખમણીને
  11. 2 ચમચીલાલ મરચું
  12. 0ll નાની ચમચી હળદર
  13. 1 ચમચીધાણાજીરું
  14. મીઠું સ્વાદ મુજબ
  15. 1 મોટો વાટકોસ્હેજ ખાટી હોય તેવી છાશ
  16. પાણી જરૂર પ્રમાણે
  17. ગાર્નિશીંગ માટે:-કોથમીર
  18. કોથમીર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક કડાઈમાં તેલ ગરમ મુકો
    તેલ ગરમ થાય એટલે સૂકુ લસણ ઉમેરો ગુલાબી થવા આવે એટલે રાઈ..જીરું...ઉમેરો.
    રાઈ જીરુ તતડી જાય એટલે ડુંગળી નાખવી.ગુલાબી થાય એટલે બધા મસાલા સ્વાદ મુજબ ઉમેરવા.
    ત્યારબાદ મીઠું ઉમેરો.

  2. 2

    મીઠું નાખ્યા બાદ જ છાસ ઉમેરો.પહેલા નાખશો તો ફાટી જશે.જરૂર પડે તો છાસ સાથે થોડું પાણી ઉમેરવું.
    બધું જ એકરસ થઇ ઉકળવા લાગે એટલે રોટલાના નાના નાના ટુકડા કરી ઉમેરી દો.રોટલાના ટુકડા છાસ અને મસાલા સાથે એકરસ થઇ જાય એટલે ગેસ બંધ કરી દો.

  3. 3

    ગરમાગરમ વઘારેલા રોટલા ને સર્વિંગ બાઉલમાં લઈ..કોથમીરથી ગાર્નિશ કરી
    સર્વ કરો.તૈયાર છે.શિયાળામાં આ રોટલો ખાવાની ખુબ જ મજા આવે છે. પરંતુ મારે ત્યાં હું વારંવાર બનાવું છું. તૈયાર છે.કચ્છ સૌરાષ્ટ્રમાં ઘેર ઘેર બનતી (લેફટ ઓવર રેશીપી) કાઠિયાવાડી શિરામણ રસદાર વઘારેલો રોટલો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Smitaben R dave
Smitaben R dave @Smita_dave
પર
Bhavnagar

ટિપ્પણીઓ

Similar Recipes