હરીયાલી ભાજી

Heen
Heen @cook_19343644

પાઉંભાજી આપણા સહુ ની ફેવરિટ છે.આજે મેં હેલ્ધી ભાજી બનાવી છે જેમાં ગ્રીન વેજીટેબલ નો ઉપયોગ કરવામાં આવ્યો છે.
#હેલ્થીફૂડ

હરીયાલી ભાજી

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

પાઉંભાજી આપણા સહુ ની ફેવરિટ છે.આજે મેં હેલ્ધી ભાજી બનાવી છે જેમાં ગ્રીન વેજીટેબલ નો ઉપયોગ કરવામાં આવ્યો છે.
#હેલ્થીફૂડ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મીનીટ
૪ વ્યક્તિ
  1. ૨૦૦ ગ્રામ પાલક ની ભાજી
  2. ૧૦૦ ગ્રામ ફ્લાવર
  3. ૨૦૦ ગ્રામ બટાકા
  4. ૧૦૦ ગ્રામ વટાણા
  5. ૩૦૦ ગ્રામ લીલાં ટામેટાં (લાલ પણ ચાલે)
  6. ૧ ચમચી આદુ મરચાં ની પેસ્ટ
  7. ૧ ચમચી પાઉંભાજી મસાલો
  8. ૧ લીંબુ નો રસ
  9. ૨ ચમચી બટર
  10. ૪ ચમચી તેલ
  11. મીઠું સ્વાદાનુસાર
  12. કોથમીર ગાર્નિશ માટે

રાંધવાની સૂચનાઓ

૨૦ મીનીટ
  1. 1

    સૌ પ્રથમ પાલક સિવાય ના અન્ય શાકભાજી ને બાફી લો.

  2. 2

    પાલક ને ગરમ પાણી માં નાખી તરત કાઢી,બે મિનિટ માટે ઠંડા પાણીમાં નાખી, પાણી માંથી કાઢી તેની પ્યુરી બનાવો.ટમેટા ની પ્યુરી તૈયાર કરો

  3. 3

    હવે એક પેનમાં તેલ ગરમ મૂકી તેમાં આદુ મરચાં ની પેસ્ટ અને ટમેટા ની ગ્રેવી નાખી ૨ મીનીટ માટે કૂક કરો.

  4. 4

    હવે તેમાં બધા મસાલા મિક્સ કરી કૂક કરો.

  5. 5

    હવે તેલ છૂટું પડે એટલે તેમાં બાફીને ક્રશ કરેલા શાકભાજી નાખી મિક્સ કરી કૂક કરો.

  6. 6

    હવે તેમાં લીંબુનો રસ મિક્સ કરો.

  7. 7

    છેલ્લે પીરસતી વખતે તેમાં પાલક ની પુરી અને બટર ઉમેરી ગરમાગરમ પીરસો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Heen
Heen @cook_19343644
પર

ટિપ્પણીઓ

Similar Recipes