પાલક મિન્ટ પુલાવ (Palak Mint Pulao Recipe in Gujarati)

Shethjayshree Mahendra
Shethjayshree Mahendra @jayshree1957

આ પુલાવમાં બધી જ લીલી વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવ્યો છે પાલક અને ફુદીનો બંને ખૂબ હેલ્ધી છે

પાલક મિન્ટ પુલાવ (Palak Mint Pulao Recipe in Gujarati)

આ પુલાવમાં બધી જ લીલી વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવ્યો છે પાલક અને ફુદીનો બંને ખૂબ હેલ્ધી છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
  1. 250 ગ્રામ ગ્રામ પાલક ની ભાજી
  2. 1 કપફુદીનો
  3. 1 વાટકીબાસમતી ચોખા
  4. ખડા મસાલા માં ત્રણથી ચાર લવિંગ ૪ થી ૫ મરી એક તજનો ટુકડો 1 તમાલપત
  5. 2 ચમચીબટર એક ચમચી તેલ
  6. સ્વાદ મુજબ મીઠું
  7. 1 ચમચીજીરૂ
  8. લીલા મરચા ૨
  9. નાનું કેપ્સીકમ
  10. 1 કપબાફેલા લીલા વટાણા
  11. લીંબુનો રસ

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    પાલકને બરાબર ધોઈ નાખવી તેના પાન લેવા કડાઈમાં પાણી ગરમ મૂકી ઉકળતા પાણીમાં પાલક બે મિનિટ બાફી પછી તેમાં એક કપ ફુદીનો ઉમેર્યું અને એક મિનિટ થવા દે પાલક તથા ફુદીનાને ઠંડા પાણીમાં નાખવી

  2. 2

    ચોખાને બરાબર ધોઈ નાખી છુટા રાંધવા

  3. 3

    પાલકને ફુદીનો ઠંડા થાય એટલે તેની પેસ્ટ બનાવી તેમાં લીલા મરચા ઉમેરી દેવા એક કઢાઈમાં બટર અને તેલ મૂકી ખડા મસાલા નાખવા જીરું નાખો બરાબર સાંતળી લેવા હવે તેમાં ઝીણું સમારેલું કેપ્સીકમ નાખો બરાબર સંતળાય એટલે પાલકની પેસ્ટ પાલક ફુદીનાની પેસ્ટ નાંખવી તેને બરાબર તેલ છૂટું પડે ત્યાં સુધી સાંતળવી હવે તેમાં બાફેલા વટાણા નાખવા અને રાંધેલો ભાત ઉમેરો તેમાં મીઠું અને ગરમ મસાલો ઉમેરી હલાવી લેવું છેલ્લે લીંબુનો રસ નાખી હલાવી ઉતારી લેવું તો પાલક ફુદીનાનો પુલાવ તૈયાર છે તેને દહીં સાથે સર્વ કરવો એકલો પણ સરસ લાગે છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Shethjayshree Mahendra
પર

Similar Recipes