સુરતી આલુપુરી

Dhruti Ankur Naik
Dhruti Ankur Naik @dhrutinaik24
Surat, Gujarat, India

#સ્ટ્રીટ
હેલો ફ્રેન્ડ્સ કેમ છો તમે બધા??
આજે હું અહીંયા સુરતની ફેમસ એવી સુરતી આલુપૂરી ની રેસીપી લઈને આવી છું........ સુરતીઓની સવાર આલુ પુરી અને લોચા થી થાય છે....... સુરતમાં આ સ્ટ્રીટ ફૂડ સૌથી ફેમસ સ્ટ્રીટ ફૂડ છે..... એકદમ પોકેટ ફ્રેન્ડલી સ્ટ્રીટ ફૂડ છે.... ફક્ત ૧૦ રૂપિયામાં એક પ્લેટ મળે છે...... તો ચાલો મિત્રો આજે હું તમને શીખવાડી દઉં સુરતી સ્પેશ્યલ આલુપુરી......

સુરતી આલુપુરી

2 કુક્સ આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

#સ્ટ્રીટ
હેલો ફ્રેન્ડ્સ કેમ છો તમે બધા??
આજે હું અહીંયા સુરતની ફેમસ એવી સુરતી આલુપૂરી ની રેસીપી લઈને આવી છું........ સુરતીઓની સવાર આલુ પુરી અને લોચા થી થાય છે....... સુરતમાં આ સ્ટ્રીટ ફૂડ સૌથી ફેમસ સ્ટ્રીટ ફૂડ છે..... એકદમ પોકેટ ફ્રેન્ડલી સ્ટ્રીટ ફૂડ છે.... ફક્ત ૧૦ રૂપિયામાં એક પ્લેટ મળે છે...... તો ચાલો મિત્રો આજે હું તમને શીખવાડી દઉં સુરતી સ્પેશ્યલ આલુપુરી......

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 2કપ પલાળીને બાફેલા સફેદ વટાણા
  2. 2નંગ બાફીને સમારેલા બટાકા
  3. 2કપ મેંદાની કણક બાંધવી પુરી માટે
  4. 1કપ કોકમની ચટણી
  5. 1કપ ધાણા મરચાં ની ચટણી
  6. 2નંગ ડુંગળી સ્લાઈસ કરેલી
  7. 1કપ લીલી ડુંગળી જીણી સમારેલી
  8. 1કપ સેવ
  9. 1કપ પાપડી
  10. 1-2ક્યુબ ચીઝ
  11. ચાટ મસાલો ઉપરથી છાંટવા માટે
  12. 1ટેબલસ્પૂન ઝીણું સમારેલું લસણ
  13. 1ટેબલસ્પૂન વાટેલું આદુ
  14. 1ટેબલસ્પૂનલીલા મરચાની પેસ્ટ
  15. અડધી ચમચી રગડા પેટીસ નો મસાલો
  16. મીઠું સ્વાદ મુજબ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ મેદાના લોટમાં મીઠું અને તેલનું મોણ નાંખી કણક બાંધી લેવી. રોટલીના લોટ જેવી કણક રાખવી. કણક બંધાઈ જાય પછી પંદરથી વીસ મિનિટ રેસ્ટ આપવો.

  2. 2

    કોકમ ની ચટણી બનાવવા માટે, કોકમને થોડા હૂંફાળા પાણીમાં પલાળી લેવા. ત્યારબાદ મિક્સરમાં થોડું પાણી ઉમેરી ક્રશ કરી લો. કોકમના પલ્પને ગરણી થી ગાળી લો. ત્યારબાદ તેમાં થોડું મીઠું, જીરું અને લાલ મરચું નાખી ચટણી બનાવી લો.

  3. 3

    હવે રગડો તૈયાર કરી લઈએ. સૌપ્રથમ એક પેનમાં તેલ લઈ ગરમ થવા દો. ત્યારબાદ તેમાં આદુ-લસણની પેસ્ટ ઉમેરો.

  4. 4

    આદુ મરચાની પેસ્ટ સંતળાઈ જાય એટલે લીલા મરચાની પેસ્ટ ઉમેરો. હવે બાફેલા વટાણા ઉમેરી દો.

  5. 5

    વટાણા નાખ્યા બાદ હળદળ, રગડા પેટીસ નો મસાલો અને સ્વાદ મુજબ મીઠું ઉમેરો. મસાલો નાખ્યા બાદ બાફેલા બટાકાના ઝીણા ટુકડા રગડા માં ઉમેરી લો. હવે બધી વસ્તુઓ હલાવીને એકરસ કરી લો. ત્યાર બાદ અડધો કપ પાણી ઉમેરી રગડો ઉકળવા દો. થોડીવાર પેણી ને ઢાંકી દો.

  6. 6

    હવે મેંદા ની કડક ના મોટા લૂઆ કરી ફોટા માં બતાવ્યા મુજબ મોટો રોટલો વણી લેવો. હવે ગ્લાસ ની મદદથી એક સરખી પુરી કટ કરી લેવું. પૂરીને કટ કર્યા બાદ તળી લેવી. પૂરીને લાલ થવા દેવી નહીં.

  7. 7

    પૂરી ઉપર મૂકવા માટે આ રીતે બધી સામગ્રીઓને તૈયાર કરી લેવી. સેવ, ચાટ પુરી ના ટુકડા, સ્લાઈસ કરેલી લીલી ડુંગળી, સ્લાઈસ કરેલી ડુંગળી, કોકમ ની ચટણી, ગ્રીન ચટણી અને ચાટ મસાલો રેડી કરો.

  8. 8

    સૌપ્રથમ એક પ્લેટમાં આ ફોટા માં બતાવ્યાં મુજબ પુરી ગોઠવી લો. ત્યારબાદ એના ઉપર ચમચી વડે રગડો મૂકો. એના ઉપર કોકમની ચટણી તથા લીલી ચટણી મૂકો.

  9. 9

    હવે પૂરી ઉપર લીલી ડુંગળી અને ડુંગળીની સ્લાઈસ ઉમેરો. ત્યારબાદ એના ઉપર સેવ તથા પાપડીનો ભૂકો ઉમેરો. હવે એક ચીઝ ક્યુબ છીણી લો પૂરી ઉપર અને ચાટ મસાલો છાંટી ને સર્વ કરો.

  10. 10

    તો એન્જોય કરો મસ્ત મજાની સુરતી આલુપૂરી....... મિત્રો એકવાર જરૂરથી ટ્રાય કરજો......

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Dhruti Ankur Naik
Dhruti Ankur Naik @dhrutinaik24
પર
Surat, Gujarat, India

ટિપ્પણીઓ

Similar Recipes