હાર્ટ એટેક હોટ ડોગ (Heart Attack Hot Dog Recipe In Gujarati)

મેહુલ પ્રજાપતી કાનુડો
મેહુલ પ્રજાપતી કાનુડો @mehul

#સ્ટ્રીટ
#JSR
હેલ્લો મિત્રો કેમ છો બધા આજે હું દિલ્હી નું ફેમસ સ્ટ્રીટ ફૂડ હોટ ડોગ ની રેસીપી શેર કરી રહ્યો છું જે મુંબઈ નું ખૂબ જ ફેમસ ફૂડ છે અને એકદમ સેહલય થી જલ્દી અને આસાની થી બની જાઈ તેવું છે જેમાં પનીર અને વેજિસ થી બનાવમાં આવે છે અને સાથે ચટણી અને ચીઝ અને સોસ હોવાથી ઔર j ટેસ્ટી લાગે છે.

હાર્ટ એટેક હોટ ડોગ (Heart Attack Hot Dog Recipe In Gujarati)

#સ્ટ્રીટ
#JSR
હેલ્લો મિત્રો કેમ છો બધા આજે હું દિલ્હી નું ફેમસ સ્ટ્રીટ ફૂડ હોટ ડોગ ની રેસીપી શેર કરી રહ્યો છું જે મુંબઈ નું ખૂબ જ ફેમસ ફૂડ છે અને એકદમ સેહલય થી જલ્દી અને આસાની થી બની જાઈ તેવું છે જેમાં પનીર અને વેજિસ થી બનાવમાં આવે છે અને સાથે ચટણી અને ચીઝ અને સોસ હોવાથી ઔર j ટેસ્ટી લાગે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મિનિટ
૨ હોટ હોગ
  1. હોટ ડોગ બન
  2. ૨ ટેબલ સ્પૂનગ્રીન ચટણી
  3. ૨ ટેબલ સ્પૂનમીઠી ચટણી
  4. ૨ ટેબલ સ્પૂનતંદુરી માયો સોસ
  5. ૧/૪ કપપ્રોસેસ ચીઝ
  6. ૫ ટેબલ સ્પૂનબટર
  7. ૨ નંગટામેટા કાપેલા નાના
  8. ૨ નંગડુંગળી કાપેલી ઝીણી
  9. ૨ ટેબલ સ્પૂનગ્રીન સિમલા મીર્ચ
  10. ૩ ટેબલ સ્પૂનપનીર ક્યૂબ કાપેલા
  11. ૧ ટીસ્પૂનચીલી પાઉડર
  12. ૧ ટીસ્પૂનધાણા પાઉડર
  13. ૧ ટીસ્પૂનગરમ મસાલો
  14. ૧/૪ ટીસ્પૂનહળદર પાઉડર
  15. મીઠું સ્વાદ અનુસાર
  16. ૪ નંગ સ્લાઈસ ટોમેટો કાપેલી
  17. ૪ નંગ સ્લાઈસ ડુંગળી કાપેલી
  18. ૧ ટેબલ સ્પૂનગ્રીન ચીલી
  19. ૧ ટેબલ સ્પૂનલસણ
  20. ૧ ટીસ્પૂનજીરુ

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક ડિશ. માં આપડે બધા શાકભાજી રેડી કરી લેવા.

  2. 2

    હવે ત્યાર બાદ એક પેન માં બટર લઈ ને તેમાં જીરું નો વઘાર કરવો.

  3. 3

    હવે તેમાં ગ્રીન ચીલી અને લસણ નાખીને સતળવું.

  4. 4

    હવે તેમાં રેડી કરેલા બધા વેજિટેબલ ને એડ કરવા અને સતલવા.

  5. 5

    હવે તેમાં બધા મસાલા ને નાખીને તેને બરાબર મિક્સ કરવું

  6. 6

    હવે ત્યાર પછી તેમાં પનીર એડ કરવું અને તેને બરાબર મિક્સ કરવું.

  7. 7

    હવે રેડી છે મસાલો તેને એક અલગ બોલ માં કાઢીને રાખવો.

  8. 8

    હવે હોટ ડોગ બન લઈ ને તેને બંને બાજુથી વચ્ચે થી કટ કરીને રેડી કરવા.

  9. 9

    હવે બન ઉપર પેહલા બટર સ્પ્રેડ કરીને તેની ઉપર એક સાઈડ ગ્રીન ચટણી અને બીજી સાઈડ મીઠી ચટણી લગાવીને રેડી કરવા.

  10. 10

    હવે મીઠી ચટણી લગાવો તે સાઈડ ટોમેટો અને ડુંગળી ની સ્લાઈસ બંને બન ઉપર મૂકવી.

  11. 11

    હવે તેની ઉપર રેડી કરેલ મસાલો સ્પ્રેડ કરવો.

  12. 12

    હવે ત્યાર બાદ તેમાં ઉપર થી તંદુરી સોસ સ્પ્રેડ કરવો.

  13. 13

    હવે તેમાં ઉપર થી પ્રોસેસ ચીઝ સ્પ્રેડ કરવું.અને બન ને ઉપર થી પણ કવર કરી લેવું.

  14. 14

    હવે એક પેન. મા બટર લઈ ને તેમાં બન મૂકીને તેને બરાબર રોસ્ટ કરવા.

  15. 15

    હવે તેને બીજી સાઈડ પલટાવીને પણ તેને રોસ્ટ કરવા.

  16. 16

    હવે રેડી છે હોટ ડોગ તેને ગરમ ગરમ મયોનીશ અને ચટણી સાથે સર્વ કરવું તમે તમારા પસંદ. સોસ પણ લઈ શકો છો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
મેહુલ પ્રજાપતી કાનુડો
પર
I Love cooking because cooking is my hobby...
વધુ વાંચો

ટિપ્પણીઓ (9)

Similar Recipes