બ્રાઉન રાઈસ વેજિટેબલ્સ ઈડલી

Alpa Pandya
Alpa Pandya @Alpa_Kitchen_Studio
શેર કરો

ઘટકો

૨૫ મિનિટ
૪ વ્યક્તિ
  1. ૧ કપબ્રાઉન રાઈસ
  2. ૧ કપઅડદની દાળ
  3. ટી. સ્પૂન મેથી દાણા
  4. મીઠું સ્વાદાનુસાર
  5. પાણી જરૂર મુજબ
  6. વઘાર માટે
  7. ટે. સ્પૂન તેલ
  8. ૧/૨ટી. સ્પૂન રાઈ, જીરું
  9. ૧/૪ટી. સ્પૂન અડદ ની દાળ
  10. ૧/૪ટી. સ્પૂન ચણા ની દાળ
  11. ૭-૮ નંગ મીઠા લીમડા ના પાન
  12. ચપટીહીંગ
  13. ૧/૪ કપડુંગળી ઝીણી સમારેલી
  14. ૧/૪ કપકેપ્સિકમ ઝીણા સમારેલા
  15. ૧ કપમીક્સ વેજિટેબલ્સ (ગાજર,વટાણા,ફણસી,મકાઈ,ટામેટાં)
  16. ટી. સ્પૂન ઈનો

રાંધવાની સૂચનાઓ

૨૫ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ બ્રાઉન રાઈસ,અડદની દાળ,અને મેથી ને અલગ અલગ ૮ કલાક પલાળી લો.પછી તેને અલગ અલગ મિક્સર માં વાટી લો.ચોખા વાટતી વખતે તેમાં પૌંઆ ઉમેરી વાટવું. તેમાં મીઠું અને દહીં ઉમેટી ૮ કલાક આથો આવવા રહેવા દેવું.

  2. 2

    એક પેન માં તેલ લઈ ગરમ મુકો ગરમ થાય એટલે રાઈ અને જીરું ઉમેરો તતડે એટલે અડદની દાળ,ચણા ની દાળ ઉમેરી મીઠા લીમડા ના પાન ઉમેરવા.

  3. 3

    હવે ઝીણી સમારેલી ડુંગળી અને કેપ્સિકમ ઉમેરી સાંતળી તેમાં મીક્સ વેજિટેબલ્સ ઉમેરી ૨ મિનિટ સાંતળી લો.તેમાં હીંગ ઉમેરી હલાવી તેને ઈડલી ના ખીરા માં નાંખી ને હલાવી બરાબર મીક્સ કરી લો.

  4. 4

    ઈડલી ના સ્ટેન્ડ ને તેલ થઈ ગ્રીસ કરી ખીરું રેડી સ્ટીમર માં ૧૦ -૧૨ મિનિટ થવા દેવી.બહાર કાઢી તેને લીલી ચટણી સાથે સર્વ કરવી.

  5. 5

    તો તૈયાર છે ટેસ્ટી અને હેલ્થી બ્રાઉન રાઈસ વેજ.ઈડલી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Alpa Pandya
Alpa Pandya @Alpa_Kitchen_Studio
પર
Cooking is my Passion.I love to prepare different types of dishes and to serve.
વધુ વાંચો

Similar Recipes