રાજસ્થાની ગટ્ટા કરી ઈન માઈક્રોવેવ

R M Lohani
R M Lohani @cookdelights
Vyara

#goldenapron2
#Rajsthan
#week 10
#TeamTrees
આ રેસીપી રાજસ્થાન ની દરેક ઘરમાં બનતી આ વાનગી મે અહિ માઈક્રોવેવ મા કેવી રીતે બહુ ઝડપથી બની જાય છે તે દર્શાવેલ છે।

રાજસ્થાની ગટ્ટા કરી ઈન માઈક્રોવેવ

#goldenapron2
#Rajsthan
#week 10
#TeamTrees
આ રેસીપી રાજસ્થાન ની દરેક ઘરમાં બનતી આ વાનગી મે અહિ માઈક્રોવેવ મા કેવી રીતે બહુ ઝડપથી બની જાય છે તે દર્શાવેલ છે।

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનિટ
4 સર્વિંગ્સ
  1. 1 કપચણા નો લોટ
  2. 2મોટા ચમચા કાંદા ની પેસ્ટ
  3. 1 મોટી ચમચીઆદુ લસણની પેસ્ટ
  4. 2મોટા ચમચા દહીં
  5. 1 મોટી ચમચીટમેટા બારિક કાપેલા
  6. 2મોટા ચમચા તેલ
  7. 1 નાની ચમચીખાંડ, નમક સ્વાદ મુજબ
  8. 1 મોટી ચમચીકાજુ અને મગજતરી ની પેસ્ટ
  9. 1/2નાની ચમચીખાવા નો સોડા
  10. 1 મોટી ચમચીલાલ મરચાંનો પાવડર
  11. 1 નાની ચમચીહળદર, પાણી જરૂર મુજબ
  12. 2મોટા ચમચા ધાણા જીરુ પાવડર
  13. 1 મોટી ચમચીગરમ મસાલો
  14. 1 ચમચીજીરૂ
  15. 2 ચમચીહીંગ
  16. 1ચમચીકસુરી મેથી
  17. 1/2 ચમચીઅજમો
  18. 1 મોટી ચમચીલીલા ધાણા તથા ફુદીનો

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ ગટ્ટા માટે એક બાઉલમાં ચણા નો લોટ લો
    હવે તેમાં મસાલા મા હીંગ, સોડા, મરચુ પાવડર, ધાણા જીરુ પાવડર, નમક, અજમો, હલદી, આદુ લસણની પેસ્ટ, નાખી મીક્સ કરો

  2. 2

    હવે તેમાં તેલ નુ મોણ નાંખી ને મીડિયમ લોટ બાંધી ને એના લુઆ બનાવી લેવા
    હવે માઈક્રોવેવ શેફ ઢાંકણ વાળા બાઉલમાં લુઆ લઇ થોડુ પાણી નાંખીને ઢાંકી ને માઈક્રોવેવ મા 3 મિનિટ પકાવવુ

  3. 3

    ગટ્ટા ઠંડા થાય ત્યાં સુધીમાં ગ્રેવી માટે માઈક્રો શેફ ઢાંકણ વાળા બાઉલમાં તેલ લઇ 2 મિનિટ ગરમ કરો
    હવે તેમાં જીરૂ, હીંગ નાખી 1 મિનિટ પકાવવુ હવે તેમાં કાંદા ની પેસ્ટ, ટામેટા ની પેસ્ટ, આદુ લસણની પેસ્ટ નાંખીને 3 મિનિટ પકાવવુ

  4. 4

    હવે બાકી રહેલી બધી સામગ્રી ઉમેરી ને મીક્સ કરી પાણી ઉમેરી 3 મિનિટ પકાવવુ
    હવે ગટ્ટા ને કટ કરી ગ્રેવી મા ઉમેરી ઢાંકણ ઢાંકી 2 મિનિટ સુધી પકાવવુ

  5. 5

    લીલા ધાણા તથા ફુદીનો નાંખી કસુરી મેથી નાખી ને રોટલી કે રોટલા સાથે પીરસવુ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
R M Lohani
R M Lohani @cookdelights
પર
Vyara

ટિપ્પણીઓ

Similar Recipes