સ્ટફ દૂધી ઈન પાલક પનીર ગ્રેવી

R M Lohani
R M Lohani @cookdelights
Vyara

#ભરેલી
આ રેસીપી મે મુગલાઈ રીતે બનાવી છે અને સ્વાદિષ્ટ બની છે અને માઈક્રોવેવ મા બનાવી છે

સ્ટફ દૂધી ઈન પાલક પનીર ગ્રેવી

#ભરેલી
આ રેસીપી મે મુગલાઈ રીતે બનાવી છે અને સ્વાદિષ્ટ બની છે અને માઈક્રોવેવ મા બનાવી છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનિટ
4 સર્વિંગ્સ
  1. 1નાની પુણી પાલક ભાજી
  2. 100 ગ્રામપનીર
  3. 2ડુંગળી
  4. 2ટામેટા
  5. 4/ 5 કલી લસણ
  6. 1નાનો ટૂકડો આદુ
  7. 2 નાની ચમચીધાણા જીરુ
  8. 1 નાની ચમચીમરચું પાઉડર
  9. 1 નાની ચમચીહળદર
  10. 1 નાની ચમચીજીરું
  11. 1તમાલપત્ર
  12. 1 નાની ચમચીગરમ મસાલો
  13. 1 મોટી ચમચીતેલ
  14. 1 ચમચીનમક (સ્વાદ મુજબ)
  15. 1 કપપાણી
  16. 1નાની દૂધી
  17. 1 નાની ચમચીમિક્સ હર્બ
  18. 1 નાની ચમચીમીઠું

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ માઈક્રોવેવ સેફ બાઉલમાં ધોઇ ને સાફ કરેલી પાલક, ડુંગળી, ટામેટા આદુ, લસણની કળીઓ અને છાલ ઉતારી ને સાફ કરેલી દૂધી લઇ ઢાંકી ને 5 મિનિટ માઈક્રો કરો

  2. 2

    હવે દૂધી ઠંડી કરી ને તેના પતીકા કાપી ને વચ્ચે થી સ્કૂપ કરી લો

  3. 3

    હવે પનીર મા નમક, મિક્સ હર્બ નાખી મિક્સ કરી ને દૂધી મા વચ્ચે ભરી લઇ ને તવા પર શેલોફ્રાય કરી લો

  4. 4

    હવે પાલક ની સાથે ના બધી સામગ્રી ને વાટી લો

  5. 5

    હવે એક બાઉલમાં તેલ લઇ માઈક્રો.મા 1 મિનિટ ગરમ કરીને તેમાં જીરુ અને તમાલપત્ર નાંખીને બરાબર મિક્સ કરી 1 મિનિટ માઈક્રો કરી ને વાટેલી સામગ્રી નાંખી ને ફરી થી 2-2 મિનિટ ના સમયે ત્રણ વાર માઈક્રો કરો

  6. 6

    હવે ગ્રેવી મા પનીર અને બધા મસાલા કરી ને 3 મિનિટ સુધી માઈક્રો કરી ને સર્વ કરવા માટે તૈયાર છે ઉપર થી ભરેલા દૂધી ના પતીકા ઉમેરો

  7. 7

    રોટલી કે નાન કે પરાઠા સાથે સર્વ કરવું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
R M Lohani
R M Lohani @cookdelights
પર
Vyara

Similar Recipes