દૂધીનાં ફરાળી થેપલા

Nigam Thakkar Recipes
Nigam Thakkar Recipes @cook_17489753
Ahmedabad, Gujarat

ઉપવાસ માટે બેસ્ટ રેસીપી, હેલ્થી અને ટેસ્ટી થેપલા

દૂધીનાં ફરાળી થેપલા

ઉપવાસ માટે બેસ્ટ રેસીપી, હેલ્થી અને ટેસ્ટી થેપલા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મિનિટ
૨ વ્યક્તિ
  1. ૧ કપ ફરાળી લોટ
  2. ૧૦૦ ગ્રામ છીણેલી દૂધી
  3. ૨ ચમચી આદુ-મરચાંની પેસ્ટ
  4. ૧ ચમચી તલ
  5. ૪ ચમચી દહીં
  6. ૧ ચમચી ખાંડ
  7. સ્વાદાનુસાર સિંધવ
  8. જરૂર મુજબ તેલ
  9. ફરાળી લોટ બનાવવા માટે
  10. ૧ કપ મોરૈયો
  11. ૧/૪ કપ સાબુદાણા
  12. ૧/૨ કપ રાજગરાનો લોટ
  13. ૧/૪ કપ આરાનો લોટ

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ મિક્ષરનાં મોટા જારમાં થોડી થોડી માત્રામાં મોરૈયો લઈ તેને વાટી લો. એક બાઉલમાં ઝીણી ચારણીથી મોરૈયાનો લોટ ચાળી લેવો. તેવી જ રીતે સાબુદાણાને મિક્ષરમાં સ્મૂધ દળીને લોટ તૈયાર કરો, તેને પણ ચાળીને મોરૈયાના લોટમાં મિક્સ કરો. ત્યારબાદ રાજગરાનાં લોટ અને આરાનાં લોટને પણ ચાળીને આ ચારેય લોટને મિક્સ કરી લો. તો આ રીતે ફરાળી લોટ મેં તૈયાર કર્યો છે.

  2. 2

    સૌ પ્રથમ એક બાઉલમાં ફરાળી લોટ લઈ તેમાં છીણેલી દૂધી, તલ, આદુ-મરચાંની પેસ્ટ, દહીં, ખાંડ, સિંધવ તથા થોડું તેલ ઉમેરી લોટ બાંધી લો. આ લોટ બાંધવામાં પાણી ઉમેરવાની જરૂર નથી કારણકે દૂધીમાંથી પાણી છૂટશે.

  3. 3

    પછી લોટમાંથી લુઆ કરીને ફરાળી લોટનું અટામણ લઈને થેપલા વણો. તવી પર તેલ મૂકી ગરમ થાય એટલે થેપલા બંને બાજુ બરાબર શેકી લો. તૈયાર થેપલાને દહીં અથવા ચા સાથે સર્વ કરો. તો તૈયાર છે દૂધીનાં ફરાળી થેપલા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Nigam Thakkar Recipes
Nigam Thakkar Recipes @cook_17489753
પર
Ahmedabad, Gujarat
માફ કરશો હવે હું આ પ્લેટફોર્મ પર એક્ટિવ નહીં રહી શકું.
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes