શિયાળુ પાક

Sachi Sanket Naik
Sachi Sanket Naik @cookwithsachi

#શિયાળા
શિયાળા ની રૂતુ સ્ટાર્ટ થાય એટલે અડદિયું, મેથી પાક , શિયાળા પાક આ બધુ ઘર માં બનવા માંડે તો આજે અમે પણ બનાવ્યુ છે શિયાળા પાક હેલ્થી અને ટેસ્ટી... દરરોજ સવારે શિયાળુ પાક ખાવાથી ઠંડી સામે શરીર ને રક્ષણ મળે છે અને ઠંડી માં બિમારી થી બચી શકાય છે તો તમે પણ તમારા પરીવાર માટે બનાવજો અને ખાજો...

શિયાળુ પાક

#શિયાળા
શિયાળા ની રૂતુ સ્ટાર્ટ થાય એટલે અડદિયું, મેથી પાક , શિયાળા પાક આ બધુ ઘર માં બનવા માંડે તો આજે અમે પણ બનાવ્યુ છે શિયાળા પાક હેલ્થી અને ટેસ્ટી... દરરોજ સવારે શિયાળુ પાક ખાવાથી ઠંડી સામે શરીર ને રક્ષણ મળે છે અને ઠંડી માં બિમારી થી બચી શકાય છે તો તમે પણ તમારા પરીવાર માટે બનાવજો અને ખાજો...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ગુંદર તળવા માટે:
  2. 50 ગ્રામ ગુંદર
  3. 4 ચમચીમોટા ચમચા ઘી
  4. ચણા નો લોટ શેકવા માટે:
  5. 500 ગ્રામ ચણા ગગરો નો લોટ
  6. 500 ગ્રામ ઘી
  7. અડદ નો લોટ શેકવા માટે:
  8. 500 ગ્રામ અડદ ગગરો નો લોટ
  9. 500 ગ્રામ ઘી
  10. શિંગોડા નો લોટ શેકવા માટે:
  11. 100 ગ્રામ શિંગોડા નો લોટ
  12. 4 ચમચીઘી
  13. ગોળ નો પાયો બનાવવા માટે:
  14. 250 ગ્રામઘી
  15. 500 ગ્રામગોળ
  16. 1 કિલો દળેલી ખાંડ
  17. 100 ગ્રામ બત્રીસું
  18. 1 ચમચી એલચી નો ભૂકો
  19. 500 ગ્રામ મેથી પાઉડર
  20. 1/2 વાડકી છીણેલું સૂકુ કોપરું

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ ઘી માં ગુંદર તળી લેવુ

  2. 2

    હવે એક પેન માં ઘી લઈ ગરમ થાય એટલે ચણા નો લોટ નાખી શેકી લેવું એક થાળી માં કાઢી લેવુ...

  3. 3

    હવે એ જ પેન માં ઘી મૂકી ગરમ થાય એટલે અડદ નો લોટ શેકી લેવો અને ચણા ની લોટ વાળી થાળી માં કાઢી લેવું

  4. 4

    હવે એ પેન માં ઘી મૂકી ગરમ થાય એટલે શિંગોડા નો લોટ નાખી શેકી લેવો

  5. 5

    હવે ચણા ના લોટ અને અડદના લોટ વાળી થાળી માં બત્રીસું, દળેલી ખાંડ, મેથી પાઉડર નાખી દેવું

  6. 6

    હવે એમાં શિંગોડા મો લોટ પણ નાખી દઈ મિક્ષ કરી લેવું

  7. 7

    હવે એ પેન માં ઘી મૂકવું ગરમ થાય એટલે ગોળ નાખી પાયો કરી દેવું. કોપરા ની છીણ પણ શેકી લેવી

  8. 8

    ગોળ નો પાયો મિશ્રણ માં ઉમેરી બરાબર મિક્ષ કરી લેવું

  9. 9

    હવે થાળી મા બરાબર લેયર પાથરી દેવું

  10. 10

    ૩-૪ કલાક પછી ઠંડુ પડે અને ઘી ઠરી જાય એટલે કાપા પાડી દેવા

  11. 11

    તૈયાર છે શિયાળુ પાક

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Sachi Sanket Naik
Sachi Sanket Naik @cookwithsachi
પર
My Blog: https://www.sachirecipe.com/
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes