મગ ની દાળ ના વેજ પુડલા

MyCookingDiva
MyCookingDiva @cook_16749136
AHMEDABAD

ફોતરાં વળી મેગ ની દાળ ખાવામાં ખૂબ જ હેલ્થી છે , તેમાં ભરપૂર માત્ર માં પ્રોટીન રહેલું છે તેમ જ લો કાર્બ છે તેથી વજન ઓછું કરવા માં પણ મદદ રૂપ છે. તો ચાલો આજે અપને જોઇશુ ફોતરાં વળી મગ ની દાળ માં થી હેલ્થી રેસીપી " મગ ની દાળ ના વેજ પુડલા"

મગ ની દાળ ના વેજ પુડલા

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

ફોતરાં વળી મેગ ની દાળ ખાવામાં ખૂબ જ હેલ્થી છે , તેમાં ભરપૂર માત્ર માં પ્રોટીન રહેલું છે તેમ જ લો કાર્બ છે તેથી વજન ઓછું કરવા માં પણ મદદ રૂપ છે. તો ચાલો આજે અપને જોઇશુ ફોતરાં વળી મગ ની દાળ માં થી હેલ્થી રેસીપી " મગ ની દાળ ના વેજ પુડલા"

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧ કપ - ફોતરાં વાળી મગ ની દાળ
  2. ૨.૫ કપ દહીં
  3. ૧/૪ ચમચી - હળદર
  4. ૨ ચમચી - આદુ લસણ મરચા ની પેસ્ટ
  5. 1 કપ- ખમણેલી દૂધી
  6. ૧ કપ - ખમણેલું ગાજર
  7. ૧ ચમચી - મીઠું
  8. ૧/૨ ચમચી ખાંડ
  9. 3 ચમચી- લીંબુ નો રસ
  10. ૧/૨ ચમચી - લાલ મરચું પાઉડર
  11. ૨ ચપટી સોડા
  12. ૨ ચમચી તેલ
  13. થોડી રાય અને જીરું

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ દાળ ને ફોતરાં સાથે જ મિક્સચર માં ક્રશ કરી લેવાની છે, અને અડધી કલાક માટે દહીં માં પલાળી દેવાની છે. પાણી બિલકુલ પણ એડ નથી કરવાનું. હવે મોટા બાઉલ માં પલાળેલી દાળ લઇ લો,

  2. 2

    તેમાં ખમણેલું ગાજર અને દૂધી નાખી દો. દૂધી ના છીણ માં પાણી એમનમ જ રેવા દેવાનું છે. હવે તેમાં હળદર, આદુ-લસણ-લીલા મરચા ની પેસ્ટ, મીઠું, ખાંડ, ૨ ચમચી લીંબુ નો રસ, લાલ મરચું પાઉડર, આટલી વસ્તુ નાખી દઈ બરાબર હલાવી ને મિક્સ કરી લેવાનું છે. પાણી બિલકુલ નથી નાખવાનું.

  3. 3

    હવે એક પેન કે કડાઈ માં ૨ ચમચી જેટલું તેલ ગરમ કરવા મુકવાનું છે, તેલ ગરમ થાય એટલે તેમાં રાય અને જીરું નાખી દઈ ફૂટે એટલે ગરમ તેલ અપડે જે બેટર તૈયાર કર્યું છે છે તેમાં નાખી દેવાનું છે. તમારે જો વઘાર ના કરવો હોય તો આ સ્ટેપ નઈ કરવાનું પણ વઘાર કરવા થી એક ખુબજ સરસ ફ્લેવર આવશે.

  4. 4

    હવે બેટર માં સોડા નાખી દો અને સોડા ને એકટીવ કરવા માટે ઉપર એક ચમચી જેટલો લીંબુ નો રસ નાખી દો અને બરાબર મિક્સ કરી દો. સોડા નાખવા થી પુડલા સોફ્ટ થશે અને લાંબા સમય સુધી સોફ્ટ રહેશે.

  5. 5

    હવે નોનસ્ટિક લોઢી ગરમ થાય એટલે ઉપર થોડું તેલ લગાવો અને બેટર ને ગોળ આકાર માં પાથરી દો. સાઈઝ તમે નાની કે મોટી જેમ તમને પસંદ હોય તેમ રાખવી. અહીં મેં નાની સાઈઝ રાખી છે.

  6. 6

    બીજી બાજુ ફેરવી અને કિનારી પર થોડું તેલ લગાવી દો, અને બંને બાજુ લાઈટ બ્રાઉન થાય ત્યાં સુધી શેકી લેવાના છે. આ રીતે બધા પુડલા બનાવી લો. કેચપ કે ચટણી સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
MyCookingDiva
MyCookingDiva @cook_16749136
પર
AHMEDABAD
SERVING DELICIOUS VEG FOOD RECIPES
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes