મગ ની દાળ-ભાત

Bijal Thaker
Bijal Thaker @bijalskitchen
Pune

#માઇલંચ
જ્યારે શાક ભાજી ના હોય ત્યારે દાળ કે કઠોળ નો ઉપયોગ કરી લંચ તૈયાર કરી શકાય છે. મેં મગ ની ફોતરાં વાળી દાળ સાથે ભાત પીરસ્યો છે. બહુ ઓછા મસાલા સાથે પણ સ્વાદિષ્ટ ભોજન તૈયાર કરી શકાય છે. ખાટા મીઠા સ્વાદ વાળી આ દાળ ભાત સાથે સરસ લાગે છે.

મગ ની દાળ-ભાત

#માઇલંચ
જ્યારે શાક ભાજી ના હોય ત્યારે દાળ કે કઠોળ નો ઉપયોગ કરી લંચ તૈયાર કરી શકાય છે. મેં મગ ની ફોતરાં વાળી દાળ સાથે ભાત પીરસ્યો છે. બહુ ઓછા મસાલા સાથે પણ સ્વાદિષ્ટ ભોજન તૈયાર કરી શકાય છે. ખાટા મીઠા સ્વાદ વાળી આ દાળ ભાત સાથે સરસ લાગે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
2 સર્વિંગ્સ
  1. 1+1/2 વાટકી મગ ની ફોતરાં વાળી દાળ
  2. સ્વાદ અનુસાર મીઠું
  3. 1 ચમચીધાણજીરૂ
  4. 1/2 ચમચીલાલ મરચું
  5. 1 ચમચીલીલું મરચું+લસણ વાટેલું
  6. 2 ચમચીતેલ
  7. 2 ચમચીકોથમીર
  8. 4-5મીઠા લીમડાના પાન
  9. 1/2 ચમચીજીરૂ
  10. ચપટીહિંગ
  11. જરૂર મુજબ પાણી
  12. 1 ચમચીગોળ
  13. 1 ચમચીલીંબુ નો રસ
  14. સાથે પીરસવા માટે ભાત

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    મગ ની ફોતરાં વાળી દાળ ને ત્રીસેક મિનિટ માટે પાણી માં પલાળી ને રાખવી. પછી તેને કુકર માં લઇ જરૂર મુજબ પાણી ઉમેરી 3-4 વ્હિસલ કરી બાફી લેવી.

  2. 2

    કઢાઈ માં તેલ મૂકી ગરમ થાય એટલે જીરૂ અને હિંગ નાખો. પછી વાટેલું લસણ મરચાની પેસ્ટ અને મીઠો લીમડો ઉમેરી હળદર, ધાણા જીરું પાઉડર અને લાલ મરચું ઉમેરી સાંતળો.

  3. 3

    હવે તેમાં બાફેલી દાળ, ગોળ અને જરૂર મુજબ પાણી ઉમેરી મિક્સ કરી લો.

  4. 4

    તેને થોડી વાર માટે ઉકળવા દો. ઘટ્ટ થઈ જાય તો છેલ્લે કોથમીર અને લીંબુ નો રસ ઉમેરી દો.

  5. 5

    ગોળ અને લીંબુ ના ખાટા મીઠા સ્વાદ વાળી દાળ ભાત સાથે પીરસો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bijal Thaker
Bijal Thaker @bijalskitchen
પર
Pune
Food is cooked and clicked by me. Follow me @spicenbites on instagram to please your food sense.
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes