બંગાળની સ્પેશિયલ મીઠાઈ રસગુલ્લા

Neha Vasani
Neha Vasani @cook_19870061

#goldenapron2 Week 2

બંગાળની સ્પેશિયલ મીઠાઈ રસગુલ્લા

#goldenapron2 Week 2

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧ લીટર દૂધ ગાય નું
  2. ૧ લીંબુનો રસ
  3. દોઢ કપ ખાંડ ચાસણી બનાવવા માટે
  4. 3 કપપાણી
  5. ૧ ચમચી ખાંડ પનીરના ગોળા માં નાખવા માટે

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ દૂધને આગલા દિવસે ગરમ કરી લેવું ઠંડુ થાય એટલે ફ્રિઝમાં મૂકી દેવું બીજા દિવસે મલાઈ કાઢી ફરીથી ઉકાળવું. ઉકડે એટલે એક કપમાં પા કપ જેટલું પાણી લઇ ૧ લીંબુ નીચોવો દૂધ સહેજ ઠરે પછી પાંચ-સાત મિનિટ રઈને લીંબુ નો રસ નાખતા જવું દૂધ ફાટે ત્યાં સુધી નાખો

  2. 2

    પછી એક ગરણી માં પનીર કાઢો અને પાણીથી બે વાર ધોવું પાણી સાવ નીકળી જાય પછી ૧ ચમચી ખાંડ નાખો પછી ખૂબ મસળવું અથવા મિક્ષ્ચર માં એક આંટો ફેરવો સુંવાળું થાય એટલે ગોળા વાળવા

  3. 3

    પછી એક પહોળા વાસણમાં દોઢ કપ ખાંડ ની તાર વગરની ચાસણી બનાવવી ચાસણી ઊકળે એટલે તેમાં ગોળા નાખી દેવા 15 મિનિટ ઢાંકીને ઉકાળવું પછી ગોળા ફૂલી જાય એટલે ગેસ બંધ કરીને 1 કપ ઠંડુ પાણી નાખવું ચારથી પાંચ કલાક ચાસણીમાં રાખવા પછી ફ્રિજમાં મૂકો

  4. 4

    ખાસ નોંધ/ લીંબુ ના બદલે અડધી ચમચી લીંબુના ફૂલ અથવા તો ૨ ચમચી વિનેગર પાણીમાં ઓગાળીને નાખી શકાય સ્વીટ સ્વીટ બંગાળી રસગુલા તૈયાર

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Neha Vasani
Neha Vasani @cook_19870061
પર

ટિપ્પણીઓ

Similar Recipes