રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

3 - 4 વ્યક્તિ
  1. 100ગ્રામ મીઠું નાખી બાફેલા કાબુલી ચણા
  2. સ્વાદ મુજબ મીઠું
  3. 1/2ચમચી ગરમ મસાલો
  4. 1ચમચી ખાંડ
  5. ગ્રેવી માટે.
  6. 1વાટકો (અડધી જૂડી)ઝીણી સમારેલી પાલક
  7. 3લીલી ડુંગળી ઝીણી સમારેલી
  8. 3લીલું લસણ
  9. 1ઈંચ આદુ નો ટુકડો
  10. 5-6તીખા લીલા મરચાં
  11. 3કાચા લીલા ટમેટા
  12. વઘાર માટે..
  13. 2ચમચા તેલ/ઘી
  14. ચપટી હિંગ
  15. 2તમાલપત્ર
  16. 1સૂકું લાલ મરચું
  17. 2ચમચી કસૂરી મેથી
  18. 1ચમચી ઘી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ બધી સામગ્રી તૈયાર કરી લો. ગ્રેવી માટે ની સામગ્રી મિક્સ કરી મિક્સરમાં તેની પેસ્ટ બનાવી લો.

  2. 2

    હવે એક પેન માં તેલ ગરમ મુકો.તેલ ગરમ થાય એટલે તેમાં હિંગ,સૂકું મરચું, તમાલપત્ર અને એક ચમચી કસૂરી મેથી નાખી વઘાર કરવો.

  3. 3

    ત્યારબાદ તેમાં બનાવેલ પાલક ની ગ્રેવી નાખી સાથે ખાંડ અને મીઠું પણ નાખી 2-3 મિનિટ સાંતળો.

  4. 4

    પછી તેમાં બાફેલા છોલે નાખો અને ગરમ મસાલો નાખી મિક્સ કરી 1 નાની વાટકી પાણી નાખી 2 મિનિટ ધીમા તાપે ચડવા દો. છેલ્લે તેમાં 1 ચમચી ઘી અને કસૂરી મેથી નાખી મિક્સ કરી ગેસ બંધ કરી બે મિનિટ માટે ઢાંકણ ઢાંકી દો. ત્યારબાદ તેને પરોઠા કે પુરી સાથે સર્વ કરો.

  5. 5

    તો તૈયાર છે આપણું હેલ્ધી અને સ્વાદિષ્ટ ગ્રીન પાલક છોલે.....

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Yamuna H Javani
Yamuna H Javani @yamuna_h_javani
પર

ટિપ્પણીઓ

Similar Recipes