મેથી કોર્ન કબાબ

Nigam Thakkar Recipes
Nigam Thakkar Recipes @cook_17489753
Ahmedabad, Gujarat

#લીલી

આપણાં ગુજરાતીમાં કહેવત છે,

"ઉનાળે કાકડી ભલી, શિયાળે ગાજર ભલાં,
ચોમાસે પરવળ ભલાં, પેલી મેથી બારે માસ"

આ શિયાળો તો લીલીછમ ભાજીઓ, તાજાં શાકભાજી, ફળફળાદિની ઋતુ છે. એમાં પણ કુદરતી ભૂખ પણ સારી લાગતી હોઈ જમાય પણ સારું અને પચે પણ સારું. મેથીની ભાજી આવી જ એક જાદુઈ ભાજી છે. તેનાં લીલાં પાંદડાંમાંથી અનેક જાતનાં વ્યંજનો બને છે. સૂકવેલી મેથીમાંથી પણ બને છે. મેથીના દાણા તો કાયમી બારેમાસ ઉપયોગી છે.મેથીની ભાજીની ઉપયોગિતા નદીના પટમાં ઊગતી મેથીની ભાજી શિયાળામાં સરળતાથી ઉપલબ્ધ છે પણ તેનો મૂળ સાથ ખેંચવાથી તેમાં નદીની રેત કે કાંકરી ખૂબ હોવાને કારણે વાપરતાં પહેલાં તેને ખૂબ સારી રીતે ધોવી જોઈએ, જેથી તે નાની રેતની કણ કે પથરી ભવિષ્યમાં તમને નુકસાન પહોંચાડે નહીં. મેથીમાં કેલ્શિયમ 395mg આયર્ન 1.93mg , ફોસ્ફરસ- 51mg, 4%પ્રોટીન, 1% ફેટ(ચરબી), 6% કાર્બોહાઈડ્રેટ હોય છે.

બે મિનીટના નુડલ્સ અને સૂપના જમાનામાં બાળકોને હેલ્થી ઈન્સ્ટન્ટ નાસ્તો શું આપવો તે માતાઓને સતાવતો પ્રશ્ન છે ચણાના લોટમાં દહીં મેથીની ભાજી નાખીને ગરમા ગરમ પુડા બનાવી આપો ચણાના લોટ અને છાશને કારણે મેથીની કડવાશ અને તુરાશની ફરિયાદ પણ બાળકો નહીં કરે મેથી ભાજીના કારણે ફાઈબર્સ પણ પેટમાં જશે. પ્રોટીન પણ મળશે. મેથીની ભાજીને કારણે શકાશે કરમીયા કે અપચાને કારણે પેટના દુ:ખાવાની અવારનવાર ફરિયાદ કરતાં બાળકોને પણ આ લાભદાયક છે. તો આજે હું આ અત્યંત ગુણકારી મેથીની ભાજીમાં કોથમીર તથા કોર્ન ઉમેરીને સ્વાદિષ્ટ કબાબ બનાવીશ જે નાના-મોટા બધાને ભાવશે અને બાળકો પણ હોંશે હોંશે ખાશે. તો શરૂ કરીએ આજની રેસિપી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦-૨૫ મિનિટ
૫ વ્યક્તિ
  1. ૧ કપ મેથીની ભાજી
  2. ૧/૨ કપ કોથમીર
  3. ૧ કપ બાફેલા સ્વીટ કોર્ન
  4. ૨ નંગ બટાકા
  5. ૨ ચમચી આદુ-મરચાની પેસ્ટ
  6. ૧ ચમચી શેકેલું જીરું પાવડર
  7. સ્વાદાનુસાર મીઠું
  8. ૩ ચમચા ચોખાનો લોટ
  9. ૩ ચમચા કોર્નફ્લૉર
  10. જરૂર મુજબ તેલ (શેકવા માટે)

રાંધવાની સૂચનાઓ

૨૦-૨૫ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ મેથીની ભાજી તથા કોથમીરને સાફ કરી સમારીને પાણીથી ધોઈ તેમાંથી પાણી નિતારીને કોરી કરો.

  2. 2

    બટાકા તથા સ્વીટ કોર્નને બાફીને બટાકા ઠરે પછી છોલીને મેશ કરો અને સ્વીટકોર્નનાં દાણા કાઢીને મિક્ષરમાં અધકચરા વાટી લો.

  3. 3

    એક બાઉલમાં અધકચરા વાટેલા સ્વીટ કોર્ન, બટાકાનો માવો લો.

  4. 4

    તેમાં આદુ-મરચાંની પેસ્ટ, શેકેલું જીરું પાવડર તથા મીઠું ઉમેરો.

  5. 5

    ત્યારબાદ તેમાં સમારેલી મેથીની ભાજી, કોથમીર, ચોખાનો લોટ તથા કોર્નફલૉર ઉમેરી બરાબર મિક્સ કરો. આ મિશ્રણને તેલવાળો હાથ કરીને કેળવી લો. આ રીતે કબાબ બનાવવા માટેનું મિશ્રણ તૈયાર થશે. મિશ્રણ એકદમ નરમ ન રાખવું નહીંતર કબાબ શેકતી વખતે તૂટી જવાનો ભય રહેશે એટલે તે પ્રમાણે કોર્નફ્લૉર અને ચોખાનો લોટ ઉમેરવો જેથી મિશ્રણ કબાબ વાળી શકાય તેવું બને.

  6. 6

    તેલવાળો હાથ કરીને મિશ્રણ થોડું હાથ પર લઈ બંને હાથની મદદથી ગોળ કબાબ બનાવો. નોનસ્ટિક તવા પર બ્રશ વડે થોડું તેલ સ્પ્રેડ કરી ગરમ કરો. તૈયાર કરેલા કબાબને મધ્યમ આંચે તવા પર શેકો.

  7. 7

    કબાબની ઉપરની બાજુ બ્રશ વડે થોડું તેલ લગાવો નીચેની બાજુ બ્રાઉન ટપકી પડે એટલે ઉલટાવીને બીજી બાજુ શેકો. આ રીતે કિનારીથી પણ શેકી લો. આ કબાબને આરા લોટ કે બ્રેડક્રમ્સમાં રગદોળીને પણ શેકી શકાય છે પણ તેમ કરવાથી તેને શેકવા માટે તેલ વધુ જોઈશે અને તેનો નેચરલ ગ્રીન કલર પણ જળવાશે નહીં. જો વધુ તેલમાં બનાવવા હોય તો કબાબને શેલો ફ્રાય કરીને બનાવી શકાય છે.

  8. 8

    તૈયાર કબાબને સૂપ,ગ્રીન ચટણી/કેચઅપ સાથે સર્વ કરો. તો તૈયાર છે એકદમ સ્વાદિષ્ટ તથા પૌષ્ટિક મેથી કોર્ન કબાબ.

  9. 9

    સમગ્ર પ્રોસેસ ટૂંકમાં સમજાવતો ફોટો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Nigam Thakkar Recipes
Nigam Thakkar Recipes @cook_17489753
પર
Ahmedabad, Gujarat
માફ કરશો હવે હું આ પ્લેટફોર્મ પર એક્ટિવ નહીં રહી શકું.
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes