છોડાવાળી લીલી મગદાળ ની ઇડલી ને લીલી ચટણી

Meghna Sadekar
Meghna Sadekar @cook_15803368

પોસ્ટીક સાથે ટેસ્ટી પણ છે..તેના કોમ્બીનેશન મા કોથમીર ફુદીના ચટણી થી ઓર મજા આવે છે..
ઇડલી ઓ તો અનેક પ્રકાર ની બનશે..પણ ચોકકસ થી ટ્રાય કરવા જેવી છે..ને પાર્ટી થીમ મા ચાર ચાંદ લાગશે.
#લીલી

છોડાવાળી લીલી મગદાળ ની ઇડલી ને લીલી ચટણી

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

પોસ્ટીક સાથે ટેસ્ટી પણ છે..તેના કોમ્બીનેશન મા કોથમીર ફુદીના ચટણી થી ઓર મજા આવે છે..
ઇડલી ઓ તો અનેક પ્રકાર ની બનશે..પણ ચોકકસ થી ટ્રાય કરવા જેવી છે..ને પાર્ટી થીમ મા ચાર ચાંદ લાગશે.
#લીલી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1બાઉલ 4 કલાક પલાળેલી લીલી મગદાળ
  2. 1બાઉલ 2 કલાક દહી માં પલાળેલ રવો
  3. 1 ઇંચઆદુ
  4. 4લીલા મરચા
  5. 1 કપકોથમીર
  6. મીઠુ સ્વાદ પ્રમાણે
  7. 1 કપદહી
  8. 1/2 કપલીલા વટાણા
  9. 2 ચમચીતેલ
  10. 1/2કુકિંગ સોડા
  11. ચટણી માટે
  12. 1બાઉલ સમારેલ સાફ કોથમીર
  13. 7ફુદીના ના પાન
  14. 2લીલા મરચા
  15. 4લસણ કળી
  16. 4 ચમચીલીલા કોપરા નું છીણ
  17. 1 ચમચીજીરું
  18. 1 ચમચીલીંબુનો રસ
  19. 1 ચમચીખાંડ
  20. મીઠુ સ્વાદ પ્રમાણે

રાંધવાની સૂચનાઓ

  1. 1

    મીક્ષી જાર માં ઉપરના માપ પ્રમાણે પલાળેલી મગદાળ, કોથમીર આદુ મરચા ફાઇન વાટી..1/2 કપ દહી નાંખી, 3 કલાક રેસ્ટ આપો..રવા મા પણ 1/2 કપ દહી, પાણી નાંખી પલાળી..3 કલાક રેસ્ટ આપો

  2. 2

    હવે બંને મીશ્રણ ને અલગ બાઉલ માં કાઢી સરસ મીક્ષ કરી હલાવી લીલા વટાણા એડ કરી, લો..તેમાં સ્વાદ પ્રમાણે મીઠુ, 2 ચમચી તેલ, કુકિંગ સોડા એડ કરી..ફેટી..તેલ લગાડેલ વાટકી રવા નું બેટર અને મગદાળ નું બેટર વારા ફરતી પાથરી... લેઅર કરી 20 મીનીટ સ્ટીમ કરી તૈયાર કરી લો..

  3. 3

    મીક્ષી જાર માં ઉપર માપ પ્રમાણે ચટણી ના સામગ્રી, મસાલા નાખી ટેસ્ટી ચટણી તૈયારી કરી ઇડલી સાથે સવઁ કરો..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Meghna Sadekar
Meghna Sadekar @cook_15803368
પર

ટિપ્પણીઓ

Similar Recipes