લેમન રાઈસ

Krupa Kapadia Shah
Krupa Kapadia Shah @krupa_kapadia_shah08
Vadodara

#લોકડાઉન
અતિયાર ની લોકડાઉન ની પરિસ્થિતિમાં આ વાનગી એકદમ સરળ રીતે બની જાય છે અને વસ્તુઓ લગભગ દરેક નાં ઘરમાં મળી રહે એવી જ છે.
લેમન રાઈસ એકદમ સ્વાદિષ્ટ લાગે છે. આ રાઈસ એમજ પણ ખવાઈ અથવા દહીં સાથે પણ ખાઈ શકાય.

લેમન રાઈસ

2 કુક્સ આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

#લોકડાઉન
અતિયાર ની લોકડાઉન ની પરિસ્થિતિમાં આ વાનગી એકદમ સરળ રીતે બની જાય છે અને વસ્તુઓ લગભગ દરેક નાં ઘરમાં મળી રહે એવી જ છે.
લેમન રાઈસ એકદમ સ્વાદિષ્ટ લાગે છે. આ રાઈસ એમજ પણ ખવાઈ અથવા દહીં સાથે પણ ખાઈ શકાય.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15-20 મિનિટ
3 સર્વિંગ્સ
  1. 3 કપછુટ્ટો બાફેેલો ભાત
  2. 2 મોટી ચમચીલીંબુનો રસ
  3. 3 મોટી ચમચીતલ નું તેલ
  4. 1 નાની ચમચીરાઈ
  5. 1 મોટી ચમચીઅડદ ની દાળ
  6. 3 મોટી ચમચીચણા ની દાળ
  7. 2સૂકા લાલ મરચાં
  8. 2લીલાં મરચાં ઝીણા સમારેલાં
  9. 10-12મીઠાં લીમડાનાં પાન
  10. 1/4 નાની ચમચીહિંગ
  11. 1/2 નાની ચમચીહળદર નો પાવડર
  12. 1/4 કપકાચા સીંગદાણા
  13. સ્વાદ પ્રમાણે મીઠું

રાંધવાની સૂચનાઓ

15-20 મિનિટ
  1. 1

    એક કડાઈમાં તેલ ગરમ કરો. રાઈ નાંખો અને તતળે એટલે સીંગદાણા, અડદ ની દાળ અને ચણાની દાળ નાખો.

  2. 2

    દાળ સોનેરી થાય ત્યાં સુધી સાંતળો. ધીમા તાપે રાંધવા, જેથી મસાલા બળી ન જાય.

  3. 3

    ત્યારબાદ તેમાં લાલ મરચું, લીલા મરચા અને મીઠાં લીમડાનાં પાન નાખો. લાલ મરચાંનો રંગ બદલાઇ જાય ત્યાં સુધી થોડીવાર સુધી સાંતળો.

  4. 4

    ગૅસ બંધ કરો અને તેમાં હીંગ અને હળદર નાખો. ખૂબ સારી રીતે બધું મિક્સ કરો.

  5. 5

    બધું બરાબર હલાવો અને તરત જ ચોખા પર આ વઘાર નું મિશ્રણ રેડવું. લીંબુનો રસ અને મીઠું નાખો. બધું બરાબર મિક્સ કરો.

  6. 6

    સ્વાદ બરાબર ભળી જાય એના માટે 4 થી 5 મિનિટ સુધી ઢાંકી ને રાખો.

  7. 7

    તૈયાર છે લેમન રાઈસ જે એમ જ ખવાઈ અથવા દહીં સાથે પણ સરસ લાગે છે.

  8. 8

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Krupa Kapadia Shah
Krupa Kapadia Shah @krupa_kapadia_shah08
પર
Vadodara
love to cook...my Facebook page - https://www.facebook.com/kreativekreation08/
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes