પનીર મખની

Jyoti Ukani
Jyoti Ukani @cook_17938915

#goldenapron3
#week1
#રેસ્ટોરેન્ટ

પનીર મખની

#goldenapron3
#week1
#રેસ્ટોરેન્ટ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

4 વ્યક્તિમાટે
  1. 250 ગ્રામપનીર
  2. 1 ચમચીજીરું
  3. ટુકડોતજ
  4. 2એલચી
  5. 2તમાલપત્ર
  6. 3-4લવિંગ
  7. 7-8કળી લસણ
  8. 1 ઇંચઆદુના ટુકડા
  9. 4સૂકા લાલ મરચાં
  10. 2ડુંગળી સમારેલી
  11. 4ટામેટા સમારેલા
  12. 1મુઠ્ઠી જેટલા કાજુ
  13. 1 ચમચીહળદર
  14. 1 ચમચીલાલમરચા પાવડર
  15. 1 ચમચીધાણાજીરું પાવડર
  16. 1/2 ચમચીગરમ મસાલો
  17. 1/2 ચમચીખાંડ
  18. 4 ચમચીમાખણ
  19. 4 ચમચીતેલ
  20. મીઠું સ્વાદ મુજબ
  21. ચપટીલીલા ધાણા ના પાન

રાંધવાની સૂચનાઓ

  1. 1

    3ચમચી તેલ ગરમ કરી તેમાં જીરું,તમાલપત્ર,લવિંગ,તજ,એલચી નો વઘાર કરો.તેમાં આદુ,લસણ નાખો.સૂકા લાલ મરચાઉમેરો.હવે ડુંગળી ઉમેરી સાંતળો.

  2. 2

    1/2ચમચી હળદર અને 1/2ચમચી ધાણા જીરું પાવડર ઉમેરો.કાજુ અને ટામેટા ઉમેરો.મીઠું ઉમેરો.થોડીવાર ઢાંકી ને ચઢવા દો. હવે તેને ઠરવા દો. ઠરે એટલે તેને પીસી ને ગ્રેવી બનાવો.

  3. 3

    આપણી ગ્રેવી તૈયાર છે.

  4. 4

    1ચમચી માખણ ગરમ કરો.તેમાં 1/2ચમચી હળદર ઉમેરો.પનીરના ટુકડા ઉમેરો.1/2ચમચી મરચું પાવડર અને 1/2ચમચી ધાણાજીરું પાવડર ઉમેરો.મીઠું ઉમેરો.

  5. 5

    થોડીવાર હલાવો.મસાલા બરાબર પનીર પર લાગી જાય એટલે પનીરને બીજા વાસણ માં લઇ લો.

  6. 6

    1ચમચી તેલ અને 2ચમચી માખણ ગરમ કરી તેમાં 1/2ચમચી મરચું પાવડર નાખો.તેને હલાવી મિક્સ કરો અને તરતજ તેમાં બનાવેલ ગ્રેવી નાખો.જેથી મરચું પાવડર બળી ન જાય.

  7. 7

    થોડું પાણી પણ નાખો.ગ્રેવી પહેલા જ પકવેલી હોવાથી તેને પકવવા ની જરૂર નથી.તેને બરાબર હલાવી તેમાં આપણું મસાલા વાળું પનીર મિક્સ કરો.તેમાં ખાંડ ઉમેરો.ગરમ મસાલો ઉમેરી હલાવી લો.

  8. 8

    પનીર મખની તૈયાર છે.ધાણા અને માખણ થી સજાવો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Jyoti Ukani
Jyoti Ukani @cook_17938915
પર

ટિપ્પણીઓ

Similar Recipes