ફરાળી શીંગ બટેટા ની ખીચડી

Bhakti Adhiya
Bhakti Adhiya @cook_20834269

ફરાળી શીંગ બટેટા ની ખીચડી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૩- બટેટા
  2. ૧ વાટકી - શીંગ નો ભુક્કો
  3. ૨ વાટકી - છાસ
  4. ૧/૨ ચમચી - જીરું
  5. ૧ ચમચી - મરી નો ભુક્કો
  6. ૨/૩ મરચા - એકદમ બારીક સમારેલા
  7. મીઠું - સ્વાદ મુજબ
  8. કોથમીર - ગાર્નિશ માટે

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ બટેટા બાફી લો.અને તેને એકદમ સરસ મેશ કરી લો.શીંગ નો ભુક્કો કરી લો.

  2. 2

    હવે એક પેન મા તેલ મૂકો તેમાં જીરું અને લીલા મરચા એડ કરો.હવે તેમાં છાસ નો વઘાર કરો.અને મીઠું ઉમેરો

  3. 3

    છાસ ઉકળે એટલે તેમાં સ્મેશ કરેલા બટેટા એડ કરો.અને ૨ મિનિટ સુધી રહેવા દો.હવે શીંગ નો ભુક્કો એડ કરો.એકદમ હલાવી લો.અને મરી નો પાઉડર,કોથમીર ઉમેરો.

  4. 4

    તૈયાર છે બટેટા શીંગ ની ઢીલી ખીચડી.કોથમીર થી સજાવો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bhakti Adhiya
Bhakti Adhiya @cook_20834269
પર

ટિપ્પણીઓ

Similar Recipes