ઘટકો

૧૫મીનીટ
  1. ૩ વાટકી ફણગાવેલા મગ
  2. ૧/૨ વાટકી ગાજર નું છીણ
  3. ૧/૨ વાટકી ટામેટા ઝીણા સમારેલા
  4. ૧ વાટકી કાકડી બારીક સમારેલી
  5. ૧/૨ વાટકી ધાણા ઝીણા સમારેલા
  6. ૧ ચમચી લીંબુનો રસ
  7. ૧ ચમચી સંચળ પાવડર
  8. ૧ ચમચી મરી પાવડર
  9. મીઠું સ્વાદ અનુસાર
  10. ૧ લીલુ મરચુ બારીક સમારેલુ
  11. ૧ નંગ ડુંગળી ઝીણી સમારેલી

રાંધવાની સૂચનાઓ

૧૫મીનીટ
  1. 1

    પેહલા ફણગાવેલા મગ ને એક તપેલીમાં કાઢી લો.અને થોડું પાણી અને મીઠું નાખી ને ગેસ પર ગરમ કરવા મૂકો.

  2. 2

    ફણગાવેલા મગ બફાઈ જાય એટલે એક કાણા વાળી ચારણી મા નાખી ને પાણી નીતરી લો.

  3. 3

    પાણી નીતરી જાય એટલે બધુ સલાડ બતાવેલ મુજબ તૈયાર કરી લો.

  4. 4

    પછી એક બાઉલ મા નીતારેલા મગ નાખી દો.

  5. 5

    પછી તેમા મરી પાવડર, સંચળ પાવડર, મીઠું સ્વાદ અનુસાર, નાખી ને મિક્સ કરી લો.

  6. 6

    મિક્સ કરી ને તેમા એક ચમચી લીંબુનો રસ નાખી મિક્સ કરી લો.

  7. 7

    પછી તેમા બધુ તૈયાર કરેલુ સલાડ નાખી ને મિક્સ કરી લો.

  8. 8

    પછી ઉપર ધાણા નાખી ને ગાર્નિશ કરો

  9. 9

    તો તૈયાર છે સ્વાદિષ્ટ ટેસ્ટી અને હેલ્ધી સપા્ઉટ સલાડ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan

ટિપ્પણીઓ

દ્વારા લખાયેલ

Krishna Gajjar
Krishna Gajjar @cook_19535328
પર
Vadodara Gujarat India

Similar Recipes