મેંગો કેક

Jagruti Jhobalia
Jagruti Jhobalia @cook_17062504

#મોમ
Mother's Day નિમિત્તે આજે મેં મેંગો કેક બનાવી છે.મારા મમ્મીને હાફૂસ કેરી ખૂબ ભાવતી. કેરી માંથી બનેલ કોઈ પણ વાનગી કેરી નો રસ, કેરી નો આઈસ્ક્રીમ, કુલ્ફી તેને ભાવતી.તેને કેક પણ બહુ ભાવતી.તેથી મેં આજે તેની મનપસંદ હાફૂસ કેરી ની કેક બનાવી છે.dedicated to my mom.

મેંગો કેક

#મોમ
Mother's Day નિમિત્તે આજે મેં મેંગો કેક બનાવી છે.મારા મમ્મીને હાફૂસ કેરી ખૂબ ભાવતી. કેરી માંથી બનેલ કોઈ પણ વાનગી કેરી નો રસ, કેરી નો આઈસ્ક્રીમ, કુલ્ફી તેને ભાવતી.તેને કેક પણ બહુ ભાવતી.તેથી મેં આજે તેની મનપસંદ હાફૂસ કેરી ની કેક બનાવી છે.dedicated to my mom.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

35-40 મિનિટ
એક મધ્યમ સાઈઝ ની કેક
  1. 1 કપબારીક રવો
  2. 1 કપહાફૂસ કરી ની પ્યુરી
  3. 1/2 કપદળેલી સાકર
  4. 1/4 કપરીફાઈન તેલ(સ્મેલ વગર નું)
  5. 1 ટીસ્પૂનબેકિંગ પાઉડર
  6. 1/2 ટીસ્પૂનબેકિંગ સોડા
  7. 4 ટેબલસ્પૂનદૂધ
  8. 1 ટીસ્પૂનમેંગો ઈસેન્સ (ઓપ્શનલ)
  9. ગાર્નિશ કરવા:-
  10. પિસ્તા કતરણ

રાંધવાની સૂચનાઓ

35-40 મિનિટ
  1. 1

    આ કેક કૂકર કે કઢાઈ મા બનાવવા થી તેનો કલર સરસ આવે છે.તેથી મેં કઢાઈ મા બનાવી.સૌ પ્રથમ એક જાડા તળિયા વાળી કઢાઈ માં એક કપ મીઠું (જે હું હંમેશા બેકિંગ માટે અલગ રાખું છું) નાખી સ્પ્રેડ કરવું.મીઠું ના હોય તો પણ ચાલે.તેના પર વચ્ચે એક સ્ટીલ નું સ્ટેન્ડ મૂકવું.તેને ઢાંકી ને મધ્યમ તાપે 10 -12 મિનિટ પ્રીહીટ કરવા મૂકવી.ત્યાર બાદ એક મિક્સિંગ બાઉલ માં કેરી ની પ્યુરી નાખવી.એક પ્લેટ મા રવો,દળેલી સાકર,બેકિંગ પાઉડર અને બેકિંગ સોડા ચારણી થી ચાળી લેવા.પછી કેરી ની પ્યુરી માં થોડું થોડું મિશ્રણ નાખતા જવું અને મિક્સ

  2. 2

    હવે તેમાં પા કપ તેલ અને એક ટીસ્પૂન મેંગો એસ્સેન્સ નાખીને વ્હિસ્કર્ થી મિક્સ કરવું.ત્યાર બાદ થોડું થોડું દૂધ નાખી કેક ના બેટર જેવી કંસિસ્ટન્સી તૈયાર કરવી.

  3. 3

    કેક ટીન ને પહેલે થી જ તેલ અથવા બટર થી ગ્રીસ કરી લેવું. તેનાં પર મેંદો છાંટી દેવો.વધારા નો મેંદો કાઢી નાખવો.હવો તૈયાર કરેલ કેક નું બેટર તેમાં નાખી દેવું. ટીન ને બે થી ત્રણ વાર ટેપ કરવું જેથી તેમાં એર બબલ ના રહે.તેના પર પિસ્તા કતરણ છાંટી દેવી.હવે પ્રી હીટ કરેલ કઢાઈ મા ટીન બેક કરવા મૂકવું.તેને ઢાંકી ને મધ્યમ આંચ પર 35-40 મિનિટ બેક કરવા મૂકવું.ત્રીસ મિનિટ પછી ટુથ પિક વડે ચેક કરી લેવું.ક્લીન નીકળે તો કેક થઈ ગઈ છે તેમ સમજવું.પાંચ મિનિટ પછી ગેસ બંધ કરી દેવો.

  4. 4

    કેક ટીન બહાર કાઢી તેને પંદર થી વીસ મિનિટ ઠંડુ થવા દેવું.પછી ચાકુ ની મદદ થી કેક ની સાઈડ છૂટી કરવી.એક પ્લેટ તેના પર મૂકી કેક દિમોલ્ડ કરવી.કેક સીધી મૂકી તેને કટ કરવી.

  5. 5

    તૈયાર છે મેંગો કેક.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Jagruti Jhobalia
Jagruti Jhobalia @cook_17062504
પર

Similar Recipes