લીલાધાણા ની દાખરાંની ચટણી

Parul Bhimani
Parul Bhimani @cook_19465161

#ચટણી
આપણે હંમેશા લીલા ધાણાની ચટણી ધાણાના પાન માંથી બનાવતા હોઈએ છીએ અને તેના પાછળ ના ડાખરા ફેંકી દેતા હોઈએ છીએ પરંતુ હું તો આ બાબતે બહુજ કંજૂસ છું. હું ધન ના પાન ને શાકભાજી માં નાખવા માટે વાપરું છું,અને તેના દાખરાં ને ઝીણા ઝીણા કાપી ને તેનો ઉપયોગ ચટણી બનાવા માટે કરું છું.આજે મેં લીલા ધાણાના પાછળ બચેલા દાખરાં ની ચટણી બનાવી છે, જે ખુબજ સ્વાદિષ્ટ અને રસીલી બને છે .ઉનાળામાં ધાણા તો ખૂબ જ મોંઘા હોય છે ,અત્યારે શિયાળા માં ધાણા સસ્તા હોય છે.તેનો મતલબ એ નહીં કે આપણે દાખરા ને ફેંકી દઈએ.
ચટણી માં ખાંડ ની જગ્યાએ ગોળ વાપર્યો છે,જેના થી ચટણી નડતી નથી અને સ્વાદિષ્ટ બને છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મિનિટ
4 સર્વિંગ્સ
  1. 1 કપધાણા ના દાખરાં
  2. 2લીલા મરચા
  3. 5કે 6 કળી લસણ
  4. 1લીંબુ
  5. 1 ઇંચઆદુ
  6. લીંબુ જેટલું જ ગોળ
  7. સ્વાદ મુજબ મીઠું

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    ધાણા ના દાખરાં ને ધોઈ ને કોરા કરી લો.અને બધી વસ્તુ ને સાથે ભેગી કરી લો.

  2. 2

    હવે મિક્સર જાર માં ધાણા, લીંબુ નો રસ,આદુ,મરચાં, લસણ,ગોળ ને ભેગા કરો.

  3. 3

    હવે મિક્સરમાં જીણી પીસી લો.ધાણા ની ચટણી તૈયાર છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Parul Bhimani
Parul Bhimani @cook_19465161
પર

ટિપ્પણીઓ

Similar Recipes