રવાના ઢોકળા

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1વાટકી રવો
  2. ૧ ગ્લાસ છાશ
  3. સ્વાદ અનુસાર મીઠું
  4. ૧ પાઉચ ઇનો
  5. ૧ ટેબલસ્પૂન આદુ મરચાની પેસ્ટ
  6. તેલ
  7. ગરનિશિં માટે
  8. ૧ ટી સ્પૂન રાઈ
  9. ૧ ટી.સ્પૂન જીરું
  10. ૩-૪ લીમડાના પાન
  11. ૧ નંગ મરચું

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ રવાને ચાળી અને છાશમાં પલાળી લેવો. પછી તેમાં મીઠું તથા આદુ મરચાની પેસ્ટ ઉમેરવી. આ મિશ્રણ ૧૫-૨૦ મિનિટ રાખવું.

  2. 2

    એક કડાઈમાં ૧ ગ્લાસ પાણી મૂકી તેમાં કાંઠો મૂકી ગરમ થવા રાખવું. તથા એક થાળીમાં તેલ લગાવવું

  3. 3

    હવે રવાના તૈયાર કરેલા મિશ્રણમાં એક પાઉચ ઈનો ઉમેરી ખુબ હલાવો

  4. 4

    ત્યારબાદ તે મિશ્રણને તેલ લગાવેલી થાળીમાં કાઢી લેવું. પછી તે થાળીને ગરમ કરેલી કડાઈ માં મુકવું અને ઉપર ઢાંકી દેવો અને મિડિયમ ફ્લેમ પર 15થી 20 મિનિટ રાખવું

  5. 5

    વઘાર માટે એક વઘારીયું માં તેલ મૂકો. તેલ ગરમ થયા બાદ તેમાં રાઈ મૂકો. રાઈ તતડી જાય એટલે જીરું ઉમેરો. ત્યારબાદ તેમાં લીમડો તથા મરચા ઉમેરો

  6. 6

    હવે તૈયાર થયેલી ઢોકળાની થાળી પર આ વઘાર રેડી દેવો. રવા ના ઢોકળા તૈયાર છે તેને તેલ અથવા ચટણી સાથે સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Siddhi Dalal
Siddhi Dalal @cook_22139242
પર

ટિપ્પણીઓ

Similar Recipes