લીટલ પાવભાજી હાર્ટસ

Kruti's kitchen
Kruti's kitchen @Kruti_20

#લવ
#ઇબુક૧

"પાવભાજી" એટલે મારા હસબન્ડ ની ફેવરીટ ડિશ..... અને એમાં પણ આજે વેલેન્ટાઈન ડે ‌‌‌‌‌એટલે એમ થયું ‌‌‌કે હાલ હું પણ કાંઇ અખતરો કરું.... તો મે આજે લીટલ‌ પાવભાજી હાર્ટસ બનાવ્યા...

લીટલ પાવભાજી હાર્ટસ

#લવ
#ઇબુક૧

"પાવભાજી" એટલે મારા હસબન્ડ ની ફેવરીટ ડિશ..... અને એમાં પણ આજે વેલેન્ટાઈન ડે ‌‌‌‌‌એટલે એમ થયું ‌‌‌કે હાલ હું પણ કાંઇ અખતરો કરું.... તો મે આજે લીટલ‌ પાવભાજી હાર્ટસ બનાવ્યા...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 10-12નંગ બ્રેડ સ્લાઈઝ
  2. ૩ ક્યુબ ચીઝ
  3. ટોમેટો કેચપ
  4. ભાજી બનાવવા માટે:
  5. ૨ થી ૩ નંગ બાફેલા બટાકા
  6. ૧૦૦ ગ્રામ વટાણા
  7. 1મોટો કટકો બીટ
  8. ૨ નંગ ટામેટા
  9. ૨ નંગ ડુંગળી
  10. ૭ થી ૮ કળી લસણ
  11. કટકો આદું
  12. તેલ વઘાર માટે
  13. ૧ ટેબલ સ્પૂનપાવ ભાજી મસાલો
  14. 1 ટીસ્પૂનગરમ મસાલો
  15. નમક સ્વાદ અનુસાર
  16. 1 ટેબલ સ્પૂનધાણાજીરું પાવડર
  17. 1 ટી સ્પૂનહળદર
  18. 1 ટેબલ સ્પૂનમરચું પાવડર
  19. ગાર્નીશિંગ માટે
  20. ગ્રેટેડ ચીઝ
  21. ધાણા ભાજી
  22. ગુલાબ નું ફુલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ભાજી બનાવવા માટે સૌપ્રથમ બટાટાને અને વટાણા ને પાણી થી ૩ થી ૪ વખત ધોઈ લો.બીટ ની છાલ ઉતારી અને સુધારી લો.હવે આ બધું કુકરમાં પાણી નાખીને બાફી લો.હવે બફાય ગયા બાદ બટાટા ની છાલ ઉતારી લો અંને વટાણા ને બીટ નો પણ સાથે છૂંદો કરી લો.

  2. 2

    હવે ટમેટા અને ડુંગળી ને બારીક સમારી લો.આદુ અને લસણ ની પેસ્ટ કરી લો.ત્યારબાદ વઘાર કરવા માટે એક પેનમાં તેલ મૂકી તેમાં ચપટી હિંગ,હળદર નાખી ને આદુ-લસણની પેસ્ટ નાખવી ત્યારબાદ જીણી સમારેલી ડુંગળી નાખવી. ડુંગળી બરાબર સંતળાઈ જાય પછી બારીક સમારેલા ટામેટા નાખો. ડુંગળી અને ટમેટા બરાબર ચડી જાય ત્યારબાદ તેને મેશરની મદદથી એકદમ ક્રશ કરો. ત્યારબાદ તેમાં મરચું પાવડર ધાણાજીરુ પાવડર ગરમ મસાલો પાવ ભાજી મસાલો સ્વાદ અનુસાર નમક સ્વાદ અનુસાર લીંબુ આ બધું નાખી બરાબર મિક્સ કરો. ત્યારબાદ તેમાં તૈયાર કરેલ માવો એડ કરો.

  3. 3

    જ્યાં સુધી તેલ છુટું ના પડે ત્યાં સુધી ધીમી આંચ પર મેશ કરો અને ચડવા દો. તો આ છે આપણી ભાજી તૈયાર

  4. 4

    હવે હાર્ટ શેઇપ બનાવવા માટે મેં અહીં wheat બ્રેડ લીધેલી છે.તેને ગ્રીલ સેન્ડવીચ ના મશીનમાં ટોસ્ટ કરી લેવી. એટલી જ ટોસ્ટ કરવી કે જેના હાર્ટ શેપના બાઈટ બની શકે. જો વધારે પડતી ટોસ્ટ થઇ જાશે તો તેના કટકા થઈ જશે અને શેઈપ નહીં આપી શકાય. તો આ બાબતનું ખાસ ધ્યાન રાખવું. તો બ્રેડ ટોસ્ટ થઈ જાય ત્યારબાદ તેમને હાર્ટ શેપ આપવા

  5. 5

    હવે આ હાર્ટ પર તૈયાર કરેલી પાવભાજી લગાવો. ત્યારબાદ તેને સર્વિંગ પ્લેટમાં મૂકી તેના પર grated cheese અને ધાણાભાજી થી ગાર્નીશ કરી સર્વ કરો. આ તૈયાર છે લિટલ પાવભાજી હાર્ટસ.‌......

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Kruti's kitchen
Kruti's kitchen @Kruti_20
પર

ટિપ્પણીઓ

Similar Recipes