ખમણ કુલ્ફી
રાંધવાની સૂચનાઓ
- 1
ચણાદાળ ની 4-5 કલાક પલાળી તેને કરકરી પીસી તેમાં બેસન અને ખાટી છાશ નાખી ખીરૃ બનાવી તેને ૭ થી૮ કલાક આથો લાવા દો.
હવે તેમા મીઠુ - આદુ મરચા ની પેસ્ટ નાખી મીક્સ કરો
- 2
હવે ખીરામાંટે_ ઇનો, તેલ અને 1 ચમચી પાણી નાખી એક વાટકી મિક્ષ કરી આ મિશ્રણને ને ખીરા મા નાખો
- 3
હવે આઈસ્ક્રીમના એલ્યુમિનિયમ મોલ્ડમા અથવા નાના ગલાસમા આપણે ખમણ કૂલ્ફી બનાવી શકીએ છીએ. હવે એક ગ્લાસ ની બધી ફરતી તેલ લગાવી દો અને તેમાં બનાવેલું ખીરું ઉમેરો અને આ ગ્લાસને સ્ટીમરમાં મૂકો બેથી ત્રણ મિનિટ સ્ટીમ થાય ત્યારે તેમાં આઈસ્ક્રીમની સ્ટીક વચ્ચે ભરાવી લો. ત્યારબાદ પાછું 12 થી 15 મિનિટ માટે ખમણ કુલ્ફી ને સ્ટીમ કરો.
- 4
ત્યારબાદ આ કુલ્ફીના એકદમ ઠંડી થવા દો અને પછી લ ગ્લાસ ની ફરતે ચપ્પુ ફેરવી અને અનમોલ્ડ કરો
- 5
હવે આ કુલ્ફી ઉપર વઘાર કરવા માટે એક તપેલીમાં રાઇ તલ, હિંગ, મીઠો લીમડો, લીલા મરચાં નાખી વઘાર કરો ત્યારબાદ તેમાં થોડું પાણી અને ખાંડનો પાવડર નાખી 2 થી 3 મિનિટ માટે ગરમ કરો હવે આ વઘારને ગુલ્ફી ઉપર રેડો અને ગુલ્ફી ને કોથમરી અને લીલા નાળિયેરથી ગાર્નિશિંગ કરો તો તૈયાર છે એક ગુજરાતી સ્ટાર્ટર ખમણ કુલ્ફી. જેને ચટણી સાથે સર્વ કર્યું છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
More Recipes
ટિપ્પણીઓ (2)