રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૫-૨૦ મિનિટ
  1. ૨ ટી સ્પૂન તેલ
  2. ૨-૩ સમારેલી લીલી ડુંગળી (સફેદ ભાગ)
  3. ૧ ટી સ્પૂન વાટેલું લસણ
  4. ૧ ટી સ્પૂન છીણેલું આદુ
  5. ૧/૪ કપ ઝીણી સમારેલી કોબીજ
  6. ૧/૪ કપ અમેરીકન મકાઈના દાણા
  7. ૧/૪ કપ ઝીણું સમારેલું ગાજર
  8. ૨-૩ ટેબલસ્પૂન સમારેલું કેપ્સીકમ
  9. ૨-૩ ટેબલસ્પૂન સમારેલી ફણસી
  10. ૨ ટેબલસ્પૂન ફ્લાવર ના ફૂલ
  11. મીઠું સ્વાદ પ્રમાણે
  12. ૧ ટી સ્પૂન કાળા મરી પાવડર
  13. ૧ ટી સ્પૂન ચીલી ફ્લેક્સ
  14. ૧ ટી સ્પૂન ચાટ મસાલો
  15. ૨ ટેબલસ્પૂન લીંબુનો રસ
  16. ૧ ટેબલસ્પૂન કોર્ન ફ્લોર

રાંધવાની સૂચનાઓ

૧૫-૨૦ મિનિટ
  1. 1

    સૌપ્રથમ કઢાઈમાં તેલ ગરમ કરો. હવે તેમાં ઝીણી સમારેલી લીલી ડુંગળી, છીણેલું આદું અને વાટેલુ લસણ ઉમેરીને સાંતળો. ત્યારબાદ તેમાં બધાજ શાકભાજી ઉમેરી ૨-૩ મિનિટ સુધી સાંતળો.

  2. 2

    હવે તેમાં ૩ કપ જેટલું પાણી ઉમેરો. સ્વાદ પ્રમાણે મીઠું, ચાટ મસાલો, કાળા મરી પાવડર અને ચીલી ફ્લેક્સ ઉમેરી મિક્સ કરો.

  3. 3

    હવે તેને ૮-૧૦ મિનિટ સુધી ઉકાળો. હવે કોર્ન ફ્લોરમા થોડુ પાણી ઉમેરીને સ્લરી તૈયાર કરી સૂપ માં ઉમેરી દો. મિક્સ કરી ૨-૩ મિનિટ સુધી થવા દો. છેલ્લે તેમાં લીંબુનો રસ અને લીલી ડુંગળી ના પાન ઉમેરીને મિક્સ કરો. તૈયાર છે વેજ સૂપ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Purvi Modi
Purvi Modi @PurviModi_1105
પર
Ahmedabad
I am house queen and love cooking
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes