મેક્સીકન સીઝલર

3 કુક્સ આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. મેક્સીકન પુલાવ
  2. સામગ્રી:-
  3. 1 કપચોખા
  4. 1/2 કપરાજમા (બાફેલા)
  5. 1/2 કપકેપ્સીકમ (લાલ, લીલા, પીળા)
  6. 1/2 કપટામેટાની પ્યોરી
  7. 1/4 કપટોમેટો સોસ
  8. 1/4 ચમચીચીલી ફ્લેક્સ
  9. 1/4 ચમચીઓરેગાનો
  10. 1/4 ચમચીલસણ ઝીણું કાપેલું
  11. 1/2 કપડુંગળી
  12. 1/2 કપલીલી ડુંગળી
  13. 1/2 કપઅમેરિકન મકાઈ
  14. 1 ચમચીબટર
  15. 1/2 કપકોથમીર
  16. મીઠું સ્વાદ પ્રમાણે
  17. વેજ. ફ્રાય
  18. સામગ્રી:-
  19. 1 ટીસ્પૂનલાલ કેપ્સિકમ
  20. 1 ટીસ્પૂનલીલો કેપ્સિકમ
  21. 1પીળી કેપ્સિકમ
  22. 3બેબી મકાઈ
  23. 1 ચમચીલાલ કાશ્મીરી લાલ મરચું
  24. 1 ટીસ્પૂનગાજર
  25. 1 ટીસ્પૂનફણસી
  26. 1/4 ટીસ્પૂનકાળા મરી
  27. 1/4ઓરેગાનો
  28. 1/4ચીલી ફ્લેક્સ
  29. 1 ટીસ્પૂનમાખણ
  30. તમારી રુચિ પ્રમાણે મીઠું
  31. મેક્સીકન ચીઝ સોસ:-
  32. સામગ્રી:-
  33. 1 ચમચીમાખણ
  34. 1ટેસ્પ. લસણ
  35. 1ટેસ્પ. લીલી ડુંગળી
  36. 1ટેસ્પ. ચીલી ફ્લેક્સ
  37. 1ટેસ્પ ઓરાગાનો
  38. 1ટેસ્પ લાલ મરચું પાવડર
  39. 1ચમચી. ટમેટા સોસ
  40. 3ટામેટાં
  41. 1ચમચી. ક્રીમ
  42. 2 tspપ્રોસેસ ચીઝ
  43. તમારા મુજબ નમક
  44. સામગ્રી:-
  45. 1/4 કપરાજમા ઉકાળો
  46. 1બટાકાની બોઇલ
  47. રાજમા ટીકકી
  48. 1 ટીસ્પૂનમૈદા
  49. 1/2 ચમચીચીલી ફ્લેક્સ
  50. 1/4ઓરેગાનો
  51. 1/4 કપબ્રેડ crumbs
  52. 1 ટીસ્પૂનલાલ મરચું પાવડર
  53. તમારી રુચિ પ્રમાણે મીઠું
  54. ફ્રાય માટે તેલ
  55. ફ્રેન્ચ ફ્રાઈસ:-
  56. સામગ્રી:-
  57. 1બટાકા
  58. 1/4 ચમચીઓરેગાનો
  59. 1/4 ચમચીચીલી ફ્લેક્સ
  60. મીઠું સ્વાદ પ્રમાણે
  61. તેલ તળવા માટે
  62. મેક્સીકન ડેઝર્ટ:-
  63. સામગ્રી:-
  64. 1/4કપ. ભાત
  65. 1/2 કપપાણી
  66. 1/2કપ. દૂધ (4)
  67. 1/2 કપકન્ડેન્સ્ડ દૂધ
  68. 2ટેસ્પ સુકી દ્રાક્ષ
  69. 1 ટુકડોતજ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    મેક્સીકન રાઈઝ:-1) ચોખા ધોઈ ને 30 મિનિટ માટે પલાળીને રાખો.(2)એક કડાઈમાં બટર લો,લસણ શેકી લો, ડુંગળી નાખી શેકી લો.

  2. 2

    3)ટોમેટો સોસ, ટોમેટો પ્યોરી, ચીલી ફ્લેક્સ, ઓરેગાનો, લાલ મરચું અને મીઠું નાખી મિક્સ કરો.
    (4)હવે લાલ, લીલા, પીળા, કેપ્સીકમ, લીલી ડુંગળી, અમેરિકન મકાઈ, રાજમા બધું જ બરાબર મિક્સ કરીને સાંતળો.

  3. 3

    5)હવે તેમાં ચોખા નાંખી કોથમીર નાખી મિક્સ કરી પાણી નાખો.(6)ઢાંકીને 15 મિનિટ ચઢવા દો. પછી
    ગરમાગરમ મેક્સીકન પુલાવ પ્લેટમાં કાઢી સર્વ કરો.

  4. 4

    વેજ.ફ્રાય:- 1) બેબી કોર્ન અને ફણસી ને હાફ બોઇલ કરો, બાકી શાકભાજીઓ ને લાંબી કાપી નાંખો.

  5. 5

    2) એક કડાઈમા માખણ લો ગરમ કરી લો. એમાં બધા શાકભાજી નાંખી મિક્સ કરી લો. કાળા મરી, મીઠું, ઓરેગાનો, ચીલી ફ્લેક્સ નાખી મિક્સ કરો અને સાંતળો.
    3) 3 મિનિટ માટે ધીમે તાપે શેકી લો. બાઉલમાં કાઢી લો અને સર્વ કરો.

  6. 6

    મેક્સીકન ચીઝ સોસ:- 1) એક કડાઈમા બટર ગરમ કરી તેમાં લહેસૂન, ચીલી ફ્લેક્સ, લાલ મિર્ચી પાવડરનાખી ને 1 મિનિટ સોતે કરો.

  7. 7

    ૨) ટામેટા ને મિકસર માં ક્રશ કરી લો અને તેમાં ઓરાગાનો, નમક નાખી મિક્સ કરો અને 2 minutes મિનિટ ચઢવા દો પછી ચીઝ કરી મિક્સ કર લો.
    (3)મેક્સીકન સોસ તૈયાર છે તેને બાઉલમાં કાઢી લો.

  8. 8

    રાજમા ટીકકી:- 1) રાજમા અને બટાકાને.એક બાઉલમાં લો મિક્સ કરી લો અને તેને મસળી લો.
    (૨) બ્રેડક્રમ્સ, મેદા, લાલ મરચું પાવડર, ઓરેગાનો,ચીલી ફલેકસ, મીઠું નાખીને મિક્સ કરો.

  9. 9

    3 ) બીજા એક બાઉલમાં 1 ટીસ્પૂન મેદા માં પાણી નાંખી મિકસ કરો, રાજમા કી ટીકકી બનાવી,મેદાની સ્લરી મા ડીપ કરી ને બ્રેડ ક્રમ્સ લગાઓ.
    (4) એક કડાઈમા તેલ ગરમ કરી લો, તેમાં ટીકકી ફ્રાય કરી લો.ગોલ્ડન બ્રાઉન તળી લો અને સર્વ કરો.

  10. 10

    ફ્રેન્ચ ફ્રાઈસ:-બટાકા ને અધકચરા બાફી લેવા. તેને લાંબી સ્લાઈસ માં કાપી લો.
    તેલ ગરમ કરો અને ધીમાં તાપે ગોલ્ડન બ્રાઉન તળી લો. પ્લેટમાં લઈને મીઠું, ઓરેગાનો, ચીલી ફ્લેક્સ નાખી મિક્સ કરો અને બાઉલમાં કાઢી લો.

  11. 11

    મેક્સીકન ડેઝર્ટ:-(1) ભાત ને પાણી થી ધોઈ લો.
    (2)એક કડાઇ મેં ચોખા, પાણી, તજ નાંખી ને 5 મિનિટ ચઢવા દો.3) દૂધ ઓર કન્ડેન્સ્ડ મિલ્ક, કિસમિસ નાખી મિક્સ કરી લો.
    (4) 10 મિનિટ માટે ઢાંકી ને ચઢવા દો.
    (5)પીરસતી વખતે બાઉલ માં કાઢી તજ થી સજાવો.

  12. 12

    સીઝલર માટે ની લોખંડની પ્લેટ ને ફાસ્ટ ગેસ પર મૂકી 1 કલાક સુધી ગરમ કરો,2 ચમચી તેલ અને 3 ચમચી પાણી મિક્સ કરો અને લાકડાં ની પ્લેટમાં ફેલાવો. તેના પર ગરમ લોખંડની સીઝલર પ્લેટ મૂકો, સીઝલર પ્લેટમાં મકાઈ ના પાન ગોઠવો.હવે તેના પર મેક્સીકન રાઈઝ, વેજીટેબલ ફ્રાઈ કરેલા મૂકો. એક તરફ ફ્રેન્ચ ફ્રાઈસ, રાજમા ટીકકી મૂકો. એક નાના બાઉલ ને સિલ્વર ફોઈલ લગાવી, તેમાં મેક્સીકન ડેઝર્ટ કાઢી, તેને સીઝલર પ્લેટમાં સાઈડમાં મૂકો.

  13. 13

    હવે, છેલ્લે મેક્સીકન ચીઝ સોસ તૈયાર કરેલો છે,તેને સીઝલર પ્લેટમાં ચારેબાજુ થોડો થોડો નાંખીશું. થોડું બટર પણ નાંખીશું. તો તૈયાર છે સ્પાઈશી મેક્સીકન સીઝલર.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Heena Nayak
Heena Nayak @Kaushikcook_9791294
પર

ટિપ્પણીઓ

Similar Recipes