વર્મીસેલી ખીર (Vermicelli Kheer Recipe In Gujarati)

Rinku Patel
Rinku Patel @Rup9145
India

#childhood.....નાનપણ મા રવીવાર ની સવારે નાસ્તા મા મમ્મી અચુક બનાવીને ખવડાવતા.#ff3 રક્ષાબંધન કે બીજા કોઇ પણ તહેવાર મા સ્વીટ ડીશ તરીકે પીરસી શકાય.

વર્મીસેલી ખીર (Vermicelli Kheer Recipe In Gujarati)

#childhood.....નાનપણ મા રવીવાર ની સવારે નાસ્તા મા મમ્મી અચુક બનાવીને ખવડાવતા.#ff3 રક્ષાબંધન કે બીજા કોઇ પણ તહેવાર મા સ્વીટ ડીશ તરીકે પીરસી શકાય.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૦મિનીટ
  1. ૫૦૦ મિલી - ગાય નું દૂધ
  2. ૧/૨ કપ વમીઁસેલી સેવ
  3. ૧/૪ કપ ખાંડ
  4. ૪ નંગ બદામ
  5. ૫/૬ નંગ પીસ્તા
  6. ૪ નંગ કાજુ
  7. ૧/૨ ચમચી ઇલાયચી પાઉડર
  8. ૧/૨ ચમચી ઘી
  9. ૬-૭ તાંતણા કેસર

રાંધવાની સૂચનાઓ

૧૦મિનીટ
  1. 1

    ડા્યફુ્ટસ ની કતરણ કરી લેવી.કડાઇ મા ૧/૪ ચમચી ઘી ગરમ કરી ડા્યફુ્ટસ સાંતળવા.૧/૨ કપ ગરમ દૂધ મા ૬/૭ તાંતણા કેસર ના પલાળવા.

  2. 2

    એજ કડાઇ મા બીજુ ૧/૨ ચમચી ઘી ગરમ કરી સેવ ને ગુલાબી શેકી લેવી.

  3. 3

    શેકાયેલા નટ્સ ને સેવ ને બાજુ મા રાખવા.એજ કડાઇ મા દૂધ ગરમ કરવા મુકવુ.એક ઊભરો આવે પછી કેસરવાળુ દૂધ એડ કરવુ.નટ્સ ને ઇલાયચી એડ કરવા.

  4. 4

    સેવ ઉમેરી બરાબર ઉકાળવું.૩/૪ મ્નીટ બાદ ખાંડ ઉમેરી હલાવવું.૮-૧૦ મિનીટ માંજ ટેસ્ટી,હેલધી સેવીયા / વમીઁસેલી ખીર તૈયાર થઇ જાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Rinku Patel
Rinku Patel @Rup9145
પર
India
Keep smiling always😊
વધુ વાંચો

ટિપ્પણીઓ (2)

Similar Recipes