હોળી ની ટ્રેડિશનલ થાળી :::

Vidhya Halvawala
Vidhya Halvawala @Vidhya1968

#હોળી
#ટ્રેડિશનલ

હોળી ની ટ્રેડિશનલ થાળી :::

100+ શેફ્સે આ રેસીપી જોઈ છે

#હોળી
#ટ્રેડિશનલ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૭-૮ નંગ નાના રવૈયા
  2. ૧૧/૨ કપ પલાળેલી ચણાની દાળ
  3. ૧ નંગ બટેકુ
  4. ૨ નંગ કાંદા
  5. ૧ જૂડી કોથમીર
  6. ૨ ચમચી ધાણાજીરું
  7. ૧/૨ ચમચી ખાંડ
  8. ૧/૪ ચમચી હીંગ
  9. ૩-૪ ચમચા હળદર
  10. ૫-૬ ચમચા લાલ મરચું
  11. ૪-૫ ચમચા વાટેલા આદુ - લસણની પેસ્ટ
  12. મીઠું સ્વાદાનુસાર
  13. 2 કપબાસમતી ચોખા
  14. કોથમીર ની લીલી ચટણી માટે :::
  15. ૧ કપ કોથમીર
  16. ૨ ચમચી સેવ
  17. ૨ ચમચી લીલુ મરચુ
  18. ૧/૨ લીંબુ
  19. મીઠું સ્વાદાનુસાર
  20. કઢી માટે :::
  21. ૧ કપ દહી
  22. ૧૧/૨ ચમચી બેસન
  23. ૧/૨ ચમચી આદુ -મરચાની પેસ્ટ
  24. ૧/૨ ચમચી ખાંડ
  25. મીઠું સ્વાદાનુસાર
  26. વઘાર માટે તેલ, રાઈ, જીરૂ, મેથી, હીંગ, લીમડો
  27. ચુરમા નો લાડુ
  28. જુવાર નો રોટલો
  29. અડદની દાળ ના વડા માટે :::
  30. ૩ કપ પલાળેલી અડદની દાળ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    રવૈયા ના મસાલા માટે એક ડીશમાં ૨ ચમચી કોથમીર લઈ તેમાં ૧ જીણો સમારેલો કાંદો, ૧/૨ બાફેલું બટેકુ, ધાણાજીરું, હળદર, લીલુ મરચું, ખાંડ, મીઠું.૨ચમચી પલાળેલી ચણાની દાળ, ૧/૪ હીંગ, બધુ મિકસ કરી મસાલો રવૈયા મા ભરી દેવો. પછી એક કૂકરમાં તેલ ગરમ થાય એટલે હીંગ ગરમ થાય એટલે,

  2. 2

    તેમા બટેકા ના ટુકડા, ભરેલા રવૈયા મૂકી પાંચ મિનિટ પછી બાકીનો મસાલો ઉમેરી બે મિનિટ પછી જરૂર મુજબ પાણી નાખી

  3. 3

    ૩ સીટી વગાડીને ગેસ બંધ કરી કૂકરમાં ઠંડુ પડે એટલે એક વાડકામાં કાઢી કોથમીર ભભરાવી.

  4. 4

    ચણાની દાળ ના ભાત માટે એક કૂકરમાં તેલ ગરમ થાય એટલે તેમાં હળદર નાખી પલાળેલા દાળ અને ચોખા મા લસણ- આદુ ની પેસ્ટ, લાલ મરચું. મીઠું સ્વાદાનુસાર નાખી જરૂર મુજબ પાણી નાખી ૨ સીટી વગાડીને ગેસ બંધ કરી સીજવા દેવો.

  5. 5

    પછી કૂકરમાં ખોલી સર્વિગ પ્લેટ મા કાઢી સર્વ કરવો.

  6. 6

    વડા, ચટણી અને કઢીની રેસિપી રેગ્યુલર જ છે એટલે નથી મૂકી.મારી રેસિપીમાં રવૈયા ના શાક અને ચણાની દાળ ના ભાતની રેસિપી ને જ ફોકસ કર્યું છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Vidhya Halvawala
Vidhya Halvawala @Vidhya1968
પર

ટિપ્પણીઓ

Similar Recipes