ચુરમાના લાડુ

Vatsala Desai
Vatsala Desai @cook_19854694
અમદાવાદ

. #goldenapron3
week 8
#હોળી
#ટ્રેડીશનલ
ગોળ થી ટેસ્ટી ને હેલ્ધી બને છે. મેં આમાં થોડું ટ્વીસ્ટ આપ્યું છે

ચુરમાના લાડુ

. #goldenapron3
week 8
#હોળી
#ટ્રેડીશનલ
ગોળ થી ટેસ્ટી ને હેલ્ધી બને છે. મેં આમાં થોડું ટ્વીસ્ટ આપ્યું છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૫૦૦ ગ્રામ ઘઉં નો કરકરો લોટ
  2. ૫૦૦ ગ્રામ ઘી(તેલ)
  3. ૧૦૦ ગ્રામ બદામ (ટુકડા)
  4. ૧૦૦ ગ્રામ કાજૂ
  5. ૧કપ પાણી (લગભગ)
  6. ૧ ટેબલ સ્પુન એલચી પાવડર
  7. ૧૦૦ ગ્રામ ચારોળી(ઓપ્શનલ)
  8. ૧૦૦ ગ્રામ કીશમીશ
  9. ૫૦ ગ્રામ સોજી
  10. ૩૦ ગ્રામ ચણાનો લોટ
  11. ૧ કપ દૂધ
  12. ૨૫૦ ગ્રામ ગોળ
  13. ગાર્નીશ માટે:- કોપરાની છીણ
  14. ખસખસ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    લાડવાનો કરકરો લોટ બાઉલમાં લઈ તેમાં મુઠીયા પડે તેટલુ ઘી (તેલ) નાખો પછી તેમાં થોડું ગરમ પાણી નાંખો અથવા જરુરીયાત મુજબ નુ થોડું થોડું પાણી નાખી મીકસ કરો. થોડો કઠણ લોટ બાંધવો ને તેને પાંચ મિનિટ રહેવા દો. પછી મૂઠીયા કે ટીક્કી જેવા શેપમાં બનાવી લેવા. ટીક્કી શેપ જલ્દી ફ્રાય થાય છે ને અંદર થી બરોબર તળાય છે.

  2. 2

    એક પેનમાં ગી ગરમ કરવા મૂકો ને ગરમ થાય એટલે મીડીયમ ફ્લેમ પર ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળવા. પછી નાના ટુકડા કરીને ઠંડા પડવા દો. ઠંડા પડે એટલે મિક્સરમાં ક્રશ કરી લો. પછી એક મોટા વાસણમાં લઈ લેવું ને તેમાં એકવાર હાથથી થાય તે વ્હીસકીંગ ફેરવી લેવું જેથી કોઈ ગુટલી રહી ગઈ હોય તો સરખી થઈ જાય. પછી તેમાં ડ્રાયફ્રુટસ નાખો વધતા ઓછાકરી શકો. બદામ નાખો થોડી ગાર્નીશ માટે રબેવા દો.કાજુ, કીશમીશ, ચારોળી,એલચી પાવડર બધું મીક્સ કરી લેવું. પસંદ હોયતો થોડું જાયફળ નંખાય.

  3. 3

    બીજા પેનમાં પહેલાં સીજી ડ્રાય શેકવી કલર ચેન્જ થાય ત્યાં સુધી.લગભગ એક થી બે મીડીયમ ગેસ પર પછી તેને કાઢી લેવી એક વાસણમાં.
    પછી એ જ પેનમાં ચણાનો લોટ પણ ડ્રાય રોસ્ટર કરવો સુગંધ આવે ત્યાં સુધી લગભગ બે મીનીટ પછી ફ્રા ય કરેલું એક ચમચી ઘી નાખવું ને પછી મીક્સ કરી લેવું પછી તેમાં શેકેલો સોજી નાખી મીકસ કરો ને તેમાં દૂધ ધીમે ધીમે નાખો ને મીક્સ કરતા રહેવું ને ઘી નાખવું ત્રણ થી ચાર મીનીટ પછી ગોળ નાખવો ને મીક્સ કરતા રહેવું અને જો ખાંડ નાખવી તો એ નાખવી.(વધારે ગળ્યું જોઈએ તો ટેસ્ટ પ્રમાણેનાખી શકો

  4. 4

    પછી ગેસ બંધ કરી દો ને ફ્રાય કરેલ લાડુના ભુક્કા માં મીક્સ કરો ને ફ્રાય કરેલું ઘી એક કપ નાખો ધીમે ધીમે મીકસ કરો ચમચા થી.મીક્સ કર્યા પછી પાછું ચાર ટેબલ સ્પુન ઘી નાંખો ને મીક્સ કરો.ગરમ માં જ મીક્સ કરો. પછી મનગમતા શેપમાં લાડુ બનાવી ને ખસખસ માં કે કોપરાની છીણ માં રગદોળી ને ડ્રાયફ્રુટસ થી ડેકોર કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Vatsala Desai
Vatsala Desai @cook_19854694
પર
અમદાવાદ

ટિપ્પણીઓ

Similar Recipes