ભાખરી પીઝા

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૪૦મિનિટ
૮પીસ
  1. ભાખરી બનાવવા માટે,
  2. ૨ કપ ભાખરી નો લોટ
  3. હુંફાળુ પાણી લોટ બાંધવા માટે
  4. સ્વાદ અનુસાર મીઠું
  5. ૨મોટા ચમચા મોણ માટે તેલ
  6. તેલ ભાખરી શેખવા માટે
  7. ટોપિંગ કરવા માટે,,,
  8. ૨કપ મિક્સ સુધારેલા શાક (ગાજર,કોબીજ બીટ કોથમીર,ટામેટા)
  9. ૩ ચમચી પીઝા સોસ
  10. ૨ચમચી માયનાઈસ
  11. ૧ચમચી મરી પાવડર
  12. ૧ ચમચી ઓરીગાનો
  13. ૧/૨ ચમચી ચીલી ફ્લેક્સ
  14. ૪ ચીઝના નાના ક્યુબ જેને ખમણી લેવા

રાંધવાની સૂચનાઓ

૪૦મિનિટ
  1. 1

    સૌપ્રથમ ભાખરીનો લોટ ની બધી સામગ્રી સારી રીતે મિક્સ કરો અને પછી તેને હુંફાળા પાણીથી લોટ બાંધી દો.

  2. 2

    ત્યારબાદ લોટમાંથી મોટા લુવા બનાવી લો પછી તેને અડધી જ જેવી જાડી ગણો અને પછી તેને કોઈપણ વાટકા થી ગોળ કાપી લો. તેના સાઈડમાં ચપટી કરો જેથી પીઝા નો મસાલો બહાર ન આવે.

  3. 3

    ભાખરી ઉપર કાણા પાડવા જેથી ભાખરી ફૂલે નહીં સારી રીતે શેકો બ્રાઉન કલર આવે એવી રીતે

  4. 4

    હવે બધા શાક સારી રીતે મિક્સ કરીને તેમાં માયોનાઇસ, પીઝા સોસ,મરી નો પાવડર ઉમેરીને સારી રીતે મિક્સ કરો

  5. 5

    હવે બધી સામગ્રી શાકમાં મિક્ષ કરીને રાખો અને એક બાજુ ઓવનને convection mode ઉપર pre -હિટકરવા મૂકો.

  6. 6

    પછી વાઘરીઓ પર શાક મિક્સર લગાવવો તેની ઉપર ચીઝ ખમણી ને ભભરાવોઅને પછી ઓવનમાં 10 મિનીટ માટે બેક કરવા મુકો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Roopesh Kumar
Roopesh Kumar @cook_19850843
પર

ટિપ્પણીઓ

Similar Recipes