તંદુરી મસાલા ચા (Tandoori Masala Chai recipe in gujarati)

Harita Mendha
Harita Mendha @HaritaMendha1476
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧/૨ કપપાણી
  2. ૨ કપદૂધ
  3. ૩ (૧/૨ ટીસ્પૂન)ચા ની ભૂકી
  4. ૩ ટીસ્પૂનખાંડ
  5. ૨ નંગલવિંગ
  6. ૩ નંગઈલાયચી
  7. ૩-૪ નંગકાળા મરી
  8. ટુકડો૧/૨ ઈંચ તજનો
  9. ૧ ટીસ્પૂનજાયફળ નો ઘસરકો
  10. ૧/૨ઈંચ આદુનો ટુકડો છીણેલો
  11. ૫-૭ફુદીના ના પાન
  12. પાન કાપેલી ગ્રીન ટી
  13. માટી ની કુલ્લડ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક સોસ પેનમાં પાણી ઉમેરી તેમાં બધા જ ખડા મસાલા ચા ની ભૂકી તથા ખાંડ ઉમેરી એક ઉભરો આવે ત્યાં સુધી ઉકાળો.

  2. 2

    હવે તેમાં આદુ, ફુદીનો અને ગ્રીન ટી ઉમેરી સહેજ ઉકળવા દો.

  3. 3

    માટી ની કુલ્લડ ને ગેસ અથવા ભઠ્ઠા માં ગરમ કરવા મૂકો. એકદમ લાલ થઇ જાય ત્યાં સુધી ગરમ કરો.

  4. 4

    ઉકળતા ચા ના પાણી માં દૂધ ઉમેરી ૩ થી ૫ મિનિટ સુધી ઉકળવા દો.

  5. 5

    હવે ચા ને એક તપેલીમાં ગાળી લો. ગરમ કરેલી કુલ્લડ ને પણ એક બાઉલમાં મૂકો. હવે તેમાં ગાળેલી ચા નાખો.

  6. 6

    આ રીતે બનાવેલી ચા ને ગરમાગરમ સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Harita Mendha
Harita Mendha @HaritaMendha1476
પર
cooking is my passion ❤️ I like to try new food dishes and always ready to research for new recipes 🤩🤩
વધુ વાંચો

Similar Recipes