ડ્રાયફ્રૂટ્સ ખીર

Juliben Dave
Juliben Dave @julidave

#ઇબુક૧
પોસ્ટઃ૨૭
#ફ્રૂટ્સ

ડ્રાયફ્રૂટ્સ ખીર

#ઇબુક૧
પોસ્ટઃ૨૭
#ફ્રૂટ્સ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧ લીટર ફૂલ ફેટ દૂધ
  2. ૧ કપ બાસમતી ચોખા
  3. ૨૦૦ ગ્રામ ખાંડ
  4. ૧ ટેબલસ્પૂન બદામની કતરણ
  5. ૧ ટેબલસ્પૂન પિસ્તાની કતરણ
  6. ૧ ટેબલસ્પૂન કાજુનો ભૂકો
  7. ૧ ટેબલસ્પૂન ચારોળી
  8. ૧ ટીસ્પૂન એલચી પાવડર
  9. ૧ ટીસ્પૂન જાયફળ પાવડર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ બાસમતી ચોખાને ધોઈ ૩૦ મિનિટ પલાળી રાખો
    પલળી જાય એટલે કૂકર માં ત્રણ થી ચાર સિટી બોલાવી લો
    એકકપ ચોખા હોય તો ત્રણ કપ પાણી લેવું

  2. 2

    જાડા તળિયાવાળા તપેલામાં દૂધ ઉકળવા મુકો
    ફુલ ફેટ દૂધ હોવાથી સતત હલાવવું નહીં તો દાઝી જશે
    દૂધ ઉકળે એટલે ખાંડ અને રાંધેલા ભાત ઉમેરવા
    ખાંડનું પાણી બળી જાય એટલે કે પાંચેક મિનિટ ઉકાળવું
    આ દરમ્યાન સતત હલાવતા રહેવું
    દૂધ ચોખા એકરસ થઇ જાય એટલે ગેસ બન્દ કરી દેવો

  3. 3

    દૂધ ચોખા એકરસ થઇ જાય એટલે ગેસ બન્દ કરી દેવો
    ગેસ બન્દ કર્યા બાદ એલચી અને જાયફળ પાવડર ઉમેરવો
    ત્યારબાદ સુકામેવાની કતરણ અને ચારોળી ઉમેરવા
    એકબોઉલમાં પીરસી સુકામેવાથી સજાવી પીરસો
    તો તૈય્યાર છે ડ્રાયફ્રૂટ્સ ખીર

  4. 4

    આ ખીર જમવામાં કે જમ્યા બાદ ડેઝર્ટ તરીકે પણ આપી શકાય છે
    દૂધ ચોખા અને સૂકોમેવો હોવાથી ભરપૂર ન્યુટ્રીશન વેલ્યુ ધરાવતી ડીશ છે
    આજ મહા સુદ આઠમ હોવાથી મેં માતાજી ને નેવેદ્ય રૂપે ખીર ધરાવી છે
    માતાજીનો થાળ ખીર વિના અધૂરો ગણાય છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Juliben Dave
Juliben Dave @julidave
પર

ટિપ્પણીઓ

Similar Recipes