રોટલીનો ચેવડો

Sonal Karia
Sonal Karia @Sonal

#goldenapron3
#week10
કોઈ વાર એવું બને લોટ થોડો વધારે બંધાઈ ગયો હોય અથવા તો રોટલી ઓછી ખવાની હોય અને જો રોટલી બચે તો લેફ્ટઓવર રોટલીમાંથી આ સરસ રેસીપી બને છે જે નાસ્તા માં ઉપયોગમાં લઇ શકાય છે.

રોટલીનો ચેવડો

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

#goldenapron3
#week10
કોઈ વાર એવું બને લોટ થોડો વધારે બંધાઈ ગયો હોય અથવા તો રોટલી ઓછી ખવાની હોય અને જો રોટલી બચે તો લેફ્ટઓવર રોટલીમાંથી આ સરસ રેસીપી બને છે જે નાસ્તા માં ઉપયોગમાં લઇ શકાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૮ રોટલી
  2. ૧ ૧/૨ ચમચો તેલ
  3. ચપટીહિંગ
  4. ૧/૪ ચમચી હળદર
  5. ૧ ૧/૨ ચમચી મરચું
  6. ૧/૪ ચમચી ગરમ મસાલો
  7. ૧/૪ ચમચીથી થોડી ઓછી ખાંડ (વધુ ઓછું કરી શકો)
  8. મીઠું સ્વાદ અનુસાર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ રોટલી લઇ તેના કટકા કરો.

  2. 2

    ત્યારબાદ એક કડાઈમાં તેલ મૂકી,હિંગ ઉમેરી રોટલીના ટુકડા ઉમેરી, ઉપર બધો જ મસાલો કરી દો. ત્યારબાદ તેને થોડી થોડી વારે હલાવતા રહેવું.

  3. 3

    રોટલી કડક થાય ત્યાં સુધી ધીમા તાપે થવા દેવું.

  4. 4

    તો તૈયાર છે આપણો રોટલીનો ચેવડો.થોડું ઠંડુ થાય પછી ઉપયોગમાં લો. નાસ્તામાં આ બહુ જ સરસ લાગે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Sonal Karia
Sonal Karia @Sonal
પર
alag alag rasoi banavavi, khavadavavi n khavi pan bahu j game
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes