ચણા બટેટાનું શાક અને ભાત

Usha Bhatt
Usha Bhatt @cook_17479854

આજે મેં સૂકા દેશી ચણા ને બટેટાનું શાક ભાત ને રોટલી સંભારો બનાવ્યો છે સાથે મસાલા છાસ રોજ દાળ ને ભાત ના ગમે રોજ કંઈક અલગ અલગ હોય તો જમવાની મજા આવે ને રોજ એક ની એક ડીશ ઘરમાં કોઈને ના ભાવે તો ક્યારેક કઢી ભાત ક્યારેક મગ ભાત આ રીતે અલગ અલગ ગુજરાતી થાળી આપણી ઘણી હોય છે તો આજે દેશી ચણા બટેટાનું શાક ને ભાત બનાવ્યા છે

ચણા બટેટાનું શાક અને ભાત

આજે મેં સૂકા દેશી ચણા ને બટેટાનું શાક ભાત ને રોટલી સંભારો બનાવ્યો છે સાથે મસાલા છાસ રોજ દાળ ને ભાત ના ગમે રોજ કંઈક અલગ અલગ હોય તો જમવાની મજા આવે ને રોજ એક ની એક ડીશ ઘરમાં કોઈને ના ભાવે તો ક્યારેક કઢી ભાત ક્યારેક મગ ભાત આ રીતે અલગ અલગ ગુજરાતી થાળી આપણી ઘણી હોય છે તો આજે દેશી ચણા બટેટાનું શાક ને ભાત બનાવ્યા છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 વાટકીદેશી ચણા
  2. 2બટેટા
  3. નાની ચમચીહળદર
  4. નમક સ્વાદ મુજબ
  5. 1 ચમચીધાણાજીરું
  6. 1 ચમચીમરચું પાવડર
  7. ચપટીહિંગ
  8. 2 ચમચીતેલ વઘાર માટે
  9. 1 વાટકી ચોખા
  10. પાણી જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ચણા ને ધોઈને પાણીમાં પલળવા તેને ધોઈને કૂકરમાં જરૂર મુજબ પાણી લઈને તેમાં નમક નાખી ને ગેસ ઉપર કુકર મૂકી તેની વહીશલ ચાર થી પાંચ જરવી તેની સાથે મેં બટેટા પણ બાફવા મુક્યા છે

  2. 2

    તે કુકર થઈ જાય ને તે ઠરે પછી તેને ખોલી ને બટેટાને અલગ કરી ને તેની છાલ કાઢી ને સમારવા ને ચણા ને એક ચારણીમાં કાઢીને તેનું પાણી નતારી લેવું

  3. 3
  4. 4

    ત્યારબાદ એક પેનમાં તેલ લઈને તે ગરમ ત્યાંય ત્યારે તેમાં જીરું નાખી ને સાતડવું ને તેમાં હિંગ નાખી ને સમારેલાં બટેટા ને ચણા નાખી ને તેમાં મસાલા કરવા

  5. 5

    તેમાં હરદર નમક સ્વાદ મુજબ ધાણાજીરું મરચું પાવડર નાખી ને ચમચાથી મિક્સ કરવા તે ને થોડી વાર કુક થવા દેવું જેથી મસાલા સરખા મિક્સ થઈ જાય ત્યારબાદ તેમાં કોથમીર નાખી ને ગેસ બન્ધ કરવો

  6. 6

    તો તૈયાર છે ચણા બટેટાનું શાક

  7. 7

    એક નાની વાટકી ચોખા લઈને તેને મેં પહેલાથી જ સાફ કરી રાખ્યા છે તેને 2થી 3 વાર બરાબર ધોઈને પ મિનિટ પલળવા ત્યારબાદ એક તપેલી મા જરૂર મુજબ પાણી લઈને તે ગરમ થાય ત્યારે તેમાં ચોખા ઉમેરવા

  8. 8

    આ રીતે પાણી ગરમ થાય પછી ચોખા નાખવા ને ભાત થઈ જાય પછી તેને છુટા કરવા હોય તો વધારા નું પાણી નિતારવું મતલબ કે ભાતને ઓસાવી નાખવા મેં ભાતને તપેલી ઉપર ઢાંકણ મૂકીને ઓસાવ્યા છે જેથી ભાત છુંટો થયો છે

  9. 9

    તો આ રીતે ભાત તૈયાર છે તો તૈયાર છે ચણા બટેટાનું શાક ને ભાત સાથે રોટલી સંભારો મસાલા છાસ

  10. 10
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Usha Bhatt
Usha Bhatt @cook_17479854
પર

ટિપ્પણીઓ

Similar Recipes