રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ચોખા, ચણાની દાળ, અડદની દાળ તથા મગની મોગર દાળને પાણીથી ધોઈને તેમાં સૂકા મેથીનાં દાણા નાખી ૫-૬ કલાક પાણીમાં પલાળી રાખો.
- 2
ત્યારબાદ દાળચોખાનાં મિશ્રણને મિક્ષર જારમાં લઈને તેમાં દહીં નાખીને વાટી લો. આ રીતે ખીરૂ તૈયાર થાય તેને ૬-૭ કલાક ઢાંકીને મૂકી રાખો. જેથી સરસ આથો આવી જશે. પછી ઢાંકણ ખોલીને બરાબર મિક્સ કરી લો.
- 3
ઢોકળા બનાવવા માટે ઢોકળિયામાં પાણી ગરમ કરવા મૂકો, પાણી ગરમ થાય પછી ઢોકળાની થાળીને તેલથી ગ્રીસ કરી લો. તૈયાર કરેલુ ખીરૂ જો વધારે ઘટ્ટ લાગે તો જરૂર મુજબ પાણી ઉમેરી શકો છો. તેમાં આદુ-મરચાની પેસ્ટ, હળદર, મીઠું ઉમેરી મિક્સ કરી લો. ત્યારબાદ તેમાં કુકિંગ સોડા અને ૨ ચમચી ગરમ કરેલું તેલ ઉમેરીને હલકા હાથે મિક્સ કરી ફીણી લેવું જેથી ખીરૂ એકદમ હલકું થઈ જશે.
- 4
આ રીતે તૈયાર થયેલા ખીરાને ઢોકળાની થાળીમાં રેડીને ઉપર લાલ મરચું ભભરાવીને ૧૦ મિનિટ સ્ટીમ કરો. પછી તેને બહાર કાઢીને ઉપર કાચુ સીંગતેલ લગાવી કાપા પાડીને ગરમાગરમ ઢોકળા ગ્રીન ચટણી તથા રેડ ચટણી સાથે સર્વ કરો. તો તૈયાર છે ઢોકળા.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
કોર્ન હાંડવો
#હેલ્થી #indiaદૂધીવાળો હાંડવો તો આપણાં બધાનાં ઘરે બનતો જ હોય છે. પણ આજે હું કોર્ન હાંડવાની રેસીપી પોસ્ટ કરું છું. જે ઓછા તેલથી ફ્રાયપેનમાં જ બનાવી શકાય છે. જેથી કૂકરમાં બનાવીએ એનાં કરતાં ઘણા ઓછા તેલમાં બની જાય છે. Nigam Thakkar Recipes -
-
ઢોકળા(Dhokla Recipe In Gujarati)
ગુજરાતીઓની પ્રિય વાનગી એટલે ઢોકળા. આ ઢોકળા લગભગ ગુજરાતીઓના ઘરમાં બનતા જોવા મળે છે. મેં મિક્સ દાળ ના ઢોકળા બનાવ્યા છે જેમાં મેં ફુદીના નો પણ ઉપયોગ કર્યો છે એટલે તેમાં મિન્ટ ફ્લેવર પણ આવશે . એનો ટેસ્ટ ખુબ જ સરસ આવે છે.જેની રેસીપી હું આપની સાથે શેર કરું છું. Ankita Solanki -
-
-
-
-
-
તવા હાંડવો
#લોકડાઉન #goldenapron3 week11દરેક ગુજરાતીનાં ઘરમાં હાંડવો બનતો જ હોય છે. અત્યારે માર્કેટમાં તવા હાંડવો મળે છે જે ઓછા તેલમાં બની જાય છે. તેને ઘણા લોકો લાઈવ હાંડવો પણ કહેતા હોય છે. તો આજે તવા હાંડવો બનાવતા શીખીએ. Nigam Thakkar Recipes -
મિક્સ દાળ ચોખા ના ઢોકળા(mix daal chokha na dhokala recipe in Gujarati)
બધી દાળ મા પ્રોટીન હોય આજકાલ વધારે બહાર બહારના ઢોકળા ભાવે આપણે ઘરે બનાવી દઈએ તો બધાને બહાર જવાની જરૂર ના પડે લાઇવ ઢોકળા ખાવા કરતા ઘરમાં બનાવવાની ટ્રાય કરી અને પહેલીવાર બનાવ્યા પરફેક્ટ માપ સાથે બહુ સ્વાદિષ્ટ બન્યા#પોસ્ટ૨૬#વિકમીલ૨#સ્પાઈસી#માઇઇબુક#cookpadindia#new Khushboo Vora -
-
ખટ્ટા ઢોકળા (Khatta Dhokla Recipe In Gujarati)
વાહ ઢોકળા નુ નામ આવે ને અમારે ગુજરાતી લોકો ના મો માં પાણી આવી જાય...આજે મેં બનાવિયા. Harsha Gohil -
-
મીક્ષ દાલ ચીઝી પીઝા ચીલા (Mix Dal Cheesy Pizza Chila Recipe In Gujarati)
#MVF#cookpadindia#Cookpadgujaratiમીક્ષ દાલ ચીઝી પીઝા ચીલા Ketki Dave -
-
-
-
-
ઈન્સ્ટન્ટ લાઈવ ઢોકળા અને ચટણી (અમદાવાદ ફેમસ)
#KER#Kerala/Amdavad Recipesઅમદાવાદ નાં ફેમસ લાઈવ ઢોકળા સ્ટ્રીટ ફુડ તરીકે જાણીતું છે. અને લગ્નપ્રસંગમાં છેલ્લા ઘણા સમયથી એક નવું ફરસાણ જોવા મળી રહ્યું છે અને તે છે લાઈવ ઢોકળા. ગરમાગરમ લાઈવ ઢોકળા બધાને ભાવતા હોય છે. આ ઢોકળા તમે ઘરે પણ બનાવી શકો છો. બનાવવા ખૂબ જ સરળ અને ટેસ્ટી અને હેલ્ધી રેસીપી છે.લાઈવ ઢોકળા ખાવાની મજા તો જ આવે જો તેની સાથે તેની સ્પેશિયલ ચટણી હોય. તો ચાલો બનાવીએ ઈન્સ્ટન્ટ લાઈવ ઢોકળા અને તેની સ્પેશિયલ ચટણી... Dr. Pushpa Dixit -
લાઈવ ઢોકળા(live Dhokla Recipe in Gujarati)
લગ્નપ્રસંગે પણ આ ગુજરાતી લાઈવ ઢોકળા બનતા હોય છે. Ila Naik -
ઢોકળા (Dhokla Recipe In Gujarati)
દરેક ગુજરાતી ઓ ના ઘરે વિવિધ પ્રકારના ઢોકળા બનતા હોય છે , પોષ્ટિક વાનગી અને પેટ પણ ભરાય Pinal Patel -
મિક્સ દાળ ઢોકળા જૈન (Mix Dal Dhokla Jain Recipe In Gujarati)
#DR#DAL#CHANADAL#MOONGDAL#UDADDAL#DHOKALA#HEALTHY#BREAKFAST#LUNCHBOX#COOKPADINDIA#COOKPADGUJRATI Shweta Shah -
મકાઈ પાલક હાંડવો
#બ્રેકફાસ્ટ રેસીપી#અલગ અલગ દાળમાંથી બનતો હાંડવો એક ગુજરાતી નાસ્તો છે. તેમાં મેં પાલક , ગાજર , દૂધી અને મકાઈ ઉમેરી છે. Dimpal Patel -
-
ઢોકળા-એ-સાલસા
#ફ્યુઝન#Fun&Foodઢોકળા એ ગુજરાતી નુ ખુબ પ્રખ્યાત ફરસાણ છે.એને મે મેક્સિકન ટ્વિસ્ટ આપ્યો છે.આ મારી ઇન્ડિયન મેક્સિકન ફ્યુઝન ડીશ છે. Kripa Shah -
-
ખાટા ઢોકળા(Dhokala recipe in Gujarati)
ચાલો બધાં....ગરમાગરમ ઢોકળા ,રાબ અને લાલ ચટણી ની મોજ માણવા. Riddhi Dholakia -
ઈદડા (Idada Recipe In Gujarati)
#FFC3#ફુડ ફેસ્ટીવલ ૩ઈદડા અડદની દાળ અને ચોખા માંથી બનતા ઢોકળા છે. તેમાં વચ્ચે ગ્રીન ચટણી લગાવી સેન્ડવીચ ઢોકળા પણ બનાવી શકાય.ગુજરાતી ઓ નાં hot favorite ઢોકળાની variety એટલે ઈદડા.સ્ટીમ કરી બનાવેલું અને zero oil recipe ની category માં આવતી વાનગી..ડાયટીંગ કરતા લોકો માટે પણ ખૂબ સરસ option છે. ઈદડા એ ડિનરમાં, લંચમાં કે બ્રેક ફાસ્ટ માં ચાલે એવી વાનગી છે. Dr. Pushpa Dixit -
લાઈવ ઢોકળા (Live Dhokla Recipe In Gujarati)
@Mitixa modi ની રેસીપી ફોલો કરી ને બનાવ્યા છે ખુબ જ સોફેટ અને ટેસ્ટી બન્યા છે Bhavna Odedra -
More Recipes
ટિપ્પણીઓ (4)