સ્પ્રાઉટ મૂંગ ચાટ(sprout moong chaat recipe in Gujarati)

Nita Mavani
Nita Mavani @cook_21741549
Pune

સ્પ્રાઉટ મૂંગ ચાટ(sprout moong chaat recipe in Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1બાઉલ ફણગાવેલા મગ
  2. 2 નંગબાફેલા બટેટા
  3. 1 નંગટમેટું જીણું સમારેલું
  4. 1 નંગકાંદા જીણા સમારેલા
  5. 1 ચમચીજીરુ
  6. 1/2 ચમચીઅજમો
  7. 1/2ચાટ મસાલો
  8. 1/2મરીનો ભૂકો
  9. 1/2જીરુ પાવડર
  10. 1લીંબુ
  11. 1/2 કપપાપડી
  12. 1/2 કપઝીણી સેવ
  13. મીઠું સ્વાદ મુજબ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ મગની રાત્રે પલાળી દો અને તેને ફણગાવા માટે મૂકી દો. આ ફણગાવેલા મગને વરાળમાં બાફી લો.

  2. 2

    ત્યારબાદ બટાટા ટામેટા કાંદા સમારીને લઈ લેવા. સુકા મસાલા માં જીરૂ અજમો આદુની પેસ્ટ લાલ મરચું પાવડર હળદર મરી પાઉડર જીરા પાઉડર ચાટ મસાલો બધું તૈયાર કરી લો.

  3. 3

    નોન-સ્ટીક પેનમાં ૩ ચમચી ઘી લઇ તેમાં જીરૂ અજમા નો વઘાર કરો અને તેમાં આદુની પેસ્ટ નાખો.

  4. 4

    વઘાર થઈ ગયા બાદ તેમાં ફણગાવેલા મગ નાંખી બરાબર હલાવો ત્યારબાદ તેમાં મરચું હળદર મરી પાવડર મીઠું સ્વાદ મુજબ નાખીને બરાબર મિક્સ કરો પિક્ચર.

  5. 5

    મગમાં બધો મસાલો બરાબર મિક્સ થઈ ગયા પછી તેમાં બટેટા ટમેટા અને કાંદાને સમારીને મિક્સ કરવા. તેમાં જીરુ પાવડર ચાટ મસાલો લીંબુ કોથમીર બધું નાખીને બરાબર મિક્સ કરો. ફણગાવેલા મગને આ રીતે વઘાર કરીને ચાટ બનાવવા થી ખુબ જ ટેસ્ટી લાગે છે.

  6. 6

    સર્વિંગ બાઉલમાં કાઢીને સેવ અને પાપડી થી ગાર્નિશ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Nita Mavani
Nita Mavani @cook_21741549
પર
Pune

ટિપ્પણીઓ (2)

Similar Recipes