છોલે મેક્સિકન રોટી

Dxita Trivedi
Dxita Trivedi @dixita_6586
Ahmedabad
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. છોલે બનાવવા..
  2. 1 કપમોટા કાબુલી ચણા - 250
  3. 1ડુંગળી
  4. 1ટામેટું
  5. 1લીલું મરચું
  6. 5કળી લસણ
  7. ટુકડોઆદુનો
  8. 3તમાલ પત્ર
  9. 2 ટીસ્પૂનલાલ મરચાનો પાવડર
  10. 1 ટીસ્પૂનહળદર પાવડર
  11. 1 ટીસ્પૂનધાણા પાવડર
  12. 1 ટીસ્પૂનગરમ મસાલા પાવડર
  13. 3 ટેબલસ્પૂનતેલ
  14. મીઠું સ્વાદ અનુસાર
  15. કોથમીર
  16. મેક્સિકન રોટલી બનાવવા..
  17. 1/2 કપમકાઈનો લોટ
  18. 1 કપમેંદો
  19. મીઠું સ્સ
  20. સ્વાદ મૂજબ
  21. 1ચપટીભર ઓરેગાનો
  22. 2ટેબલસ્પુન તેલ
  23. પાણી જરૂર મૂજબ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ કાબૂલી ચણાને આખી રાત પાણીમાં પલાળીને રાખો.એક સફેદ કપડાંનો ટુકડો લો. તેમાં વચ્ચેના ભાગે લીલી ચાના પાન મૂકીને કપડાંને વાળી લો અને તેને બાંધી લો. હવે કાબૂલી ચણા અને કપડામાં વિંટેલી ચાના પાનને પ્રેશર કૂકરમાં બાફી લો.હવે ડુંગળી, ટામેટા અને લીલા મરચાને ઝીણા સમારી લો. આદુ-લસણને પીસીને તેની પેસ્ટ બનાવી લો.

  2. 2

    એક પેનમાં તેલ ગરમ કરો અને તેમાં તમાલ પત્ર ઉમેરી તેને સાંતળો. તૈયાર કરેલ પેસ્ટ ઉમેરીને તેને ગોલ્ડન બ્રાઉન થાય ત્યા સુંધી સાંતળતા રહો.તેમાં લાલ મરચાંનો પાવડર, હળદર પાવડર, ધાણા પાવડર, ગરમ મસાલો અને મીઠું ઉમેરો. બરાબર મિક્સ કરીને 2-3 મિનીટ સુધી પાકવા દો.હવે તેમાં પાણી ઉમેરીને જરૂર પ્રમાણે ઘટ્ટ ગ્રેવી પાકવા દો. તેને ઉકળવા દો.અંતમાં તેમાં બાફેલા ચણા ઉમેરો.

  3. 3

    હવે ચણા મસાલાને 5-7 મિનીટ સુધી મધ્યમ આંચ પર પાકવા દો.ત્યારબાદ લીલા ધાણા નાખીને ગાર્નિશ કરો.. તો તૈયાર છે છોલે..

  4. 4

    એક ઊંડા બાઉલમાં મકાઇનો લોટ તથા મેંદો સાથે ચારણીથી ચાળી લો.
    પછી તેમાં ઓરેગાનો તેલ અને મીઠું મેળવી જરૂરી પાણી સાથે બહું કઠણ નહીં અને બહુ નરમ નહીં એવી કણિક તૈયાર કરો.અને તેનાથી રોટલી વણી ને શેકી લો. તો તૈયાર છે મેક્સિકન રોટી..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Dxita Trivedi
Dxita Trivedi @dixita_6586
પર
Ahmedabad

ટિપ્પણીઓ

Similar Recipes