રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1ટી.સ્પુ.તેલ
  2. 2 ટુકડાતજ
  3. 1 નંગનાની ઈલાયચી
  4. 3 નંગલવિંગ
  5. 2 ટુકડાતમાલપત્ર
  6. 1લીલું મરચું
  7. ૧/૪ કપ કાજુના ટુકડા
  8. ૧/૪ ટી.સ્પુ. હળદર પાવડર
  9. ૧/૪ કપ દહીં
  10. ૧૦૦ ગ્રામ રાંધેલા ભાત
  11. સ્વાદ મુજબ મીઠું
  12. 1ટે.સ્પુ. કોથમીર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ એક પેન કે કઢાઈમાં તેલ,ઘી કે બટર ગરમ કરો અને તેમાં તમાલપત્ર, લવિંગ અને તજ નાં ટુકડા ઉમેરો, તમે ઈચ્છો તો ૧ ટી.સ્પુ.તેલ અને ૧ટે.સ્પુ. ઘી એમ પણ લઇ શકો છો વઘારમાં ખડાં મસાલા ની સાથે ૧ ટી.સ્પુ.જીરૂ પણ લઇ શકો છો

  2. 2

    ત્યાર બાદ તેમાં આખી ઈલાયચી,ચોપ કરેલ ડુંગળી, લીલું મરચું અને કાજુના ટુકડા ઉમેરો તમને પસંદ હોય તો આની સાથે ૧ ટુકડો આદું નો પણ ખમણીને ઉમેરી શકો છો

  3. 3

    ત્યાર બાદ હળદર પાવડર, મીઠું અને રાંધેલા ભાત ઉમેરો આ સ્ટેજ પર જો તમારી પાસે અવેલેબલ હોય તો બિરસ્તો પણ એડ કરી શકાય છે

  4. 4

    હવે તેમાં દહીં ઉમેરી બધું બરાબર મિક્સ કરી સમારેલી કોથમીર ઉમેરો અને થોડી વાર સાંતળી ગરમા-ગરમ અથાણાં-પાપડ સાથે સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Jyotika Rajvanshi
Jyotika Rajvanshi @cook_18768800
પર

ટિપ્પણીઓ

Similar Recipes