રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 2 કપઘઉંનો લોટ
  2. 4 ટેબલ સ્પૂનતેલ
  3. 1 ટીસ્પૂનઅજમો
  4. 1 ટીસ્પૂનઅધકચરી વાટેલી વરિયાળી
  5. મીઠું સ્વાદાનુસાર
  6. પાણી જરૂર મુજબ
  7. દાલ માટે :-
  8. 1 કપબાફેલી મિક્સ દાળ
  9. 2 નંગડુંગળી ઝીણી સમારેલી
  10. 2 નંગટામેટા ઝીણા સમારેલા
  11. 2-3 નંગલીલાં મરચાં ઝીણાં સમારેલાં
  12. 1 ટીસ્પૂનવાટેલું જીરું
  13. 1 ટીસ્પૂનવાટેલી વરિયાળી
  14. 1 ટેબલ સ્પૂનલાલ મરચું પાવડર
  15. 1/2 ટેબલ સ્પૂનહળદર
  16. 1 ટેબલ સ્પૂનધાણાજીરુ
  17. 1 ટેબલ સ્પૂનગરમ મસાલો
  18. 1/2 ટીસ્પૂનસાંભાર મસાલો
  19. 2 ટેબલ સ્પૂનલીંબુનો રસ
  20. મીઠું સ્વાદાનુસાર
  21. 1/2 ટીસ્પૂનજીરુ
  22. 1/4 ટીસ્પૂનહિંગ
  23. 2 ટેબલ સ્પૂનતેલ
  24. 7-8મીઠા લીમડાના પાન

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક બાઉલમાં લોટ લઈ તેમાં તેલ, મીઠું,અજમો અને વરિયાળી ઉમેરી બરાબર મિક્સ કરી લો પછી જરૂર મુજબ પાણી ઉમેરી કડક લોટ બાંધી લો.

  2. 2

    બાંધેલા લોટમાંથી લીંબુ ની સાઈઝ ના ગોળા બનાવી તેમાં વેલણ થી વચ્ચે ખાડો કરી લો.આ રીતે બધી બધી બાટી તૈયાર કરી લો પછી 200° પર પ્રિહીટેડ ઓવન માં 10-15 મિનિટ બેક કરી લો.

  3. 3

    આ રીતે તૈયાર કરેલી બાટી ગરમ હોય ત્યારે જ તેમાં ઘી ઉમેરી લો.

  4. 4

    બાફેલી દાળ માં પાણી ઉમેરી બ્લેન્ડ કરી લો. એક કડાઈમાં તેલ ગરમ કરી તેમાં જીરું, હિંગ, લીમડાના પાન ઉમેરી સહેજ થવા દો પછી તેમાં ડુંગળી ઉમેરીને 2-3 મિનિટ સુધી ધીમા તાપે ચડવા દો પછી તેમાં ટામેટા અને મરચાં ઉમેરીને 3-4 મિનિટ સુધી ચડવા દો.

  5. 5

    પછી તેમાં બધા મસાલા ઉમેરી બરાબર મિક્સ કરી તેમાં બાફેલી દાળ અને જરૂર મુજબ પાણી ઉમેરી બરાબર મિક્સ કરી 5-7 મિનિટ સુધી ઉકળવા દો પછી તેમાં લીંબુનો રસ અને કોથમીર નાખી લો.

  6. 6

    આ રીતે તૈયાર કરેલી દાલ બાટી ને ઝીણી સમારેલી ડુંગળી અને લસણ ની ચટણી સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Harita Mendha
Harita Mendha @HaritaMendha1476
પર
cooking is my passion ❤️ I like to try new food dishes and always ready to research for new recipes 🤩🤩
વધુ વાંચો

Similar Recipes