મલ્ટી ફ્લેવર્સ ટી(multi flavours tea recipe in Gujarati)

Pinky Jain
Pinky Jain @cook_19815099

#ટીકોફી
અત્યારે કોરોના ની બહુ મહામારી ચાલી રહી છે .એના માટે ચાર જાતની ચા બનાવી છે .તે તમારા હેલ્થ માટે બહુ સારી રહે છે અને કોરોના થી લડવામાં પણ બહુ ઉપયોગી હોય છે.

મલ્ટી ફ્લેવર્સ ટી(multi flavours tea recipe in Gujarati)

#ટીકોફી
અત્યારે કોરોના ની બહુ મહામારી ચાલી રહી છે .એના માટે ચાર જાતની ચા બનાવી છે .તે તમારા હેલ્થ માટે બહુ સારી રહે છે અને કોરોના થી લડવામાં પણ બહુ ઉપયોગી હોય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

4 વ્યક્તિ
  1. ટી-1 ગોળ ફુદીનાની ચા
  2. 11/2 કપપાણી
  3. 1/4 ચમચીઆદુ ની પેસ્ટ
  4. 1/4 કપપુદીનાં પત્તી
  5. 1 ચમચીગોળ
  6. 1/4 ચમચીકુટેલી મરી પાવડર
  7. ટી-2 હળદર વાળી ચા
  8. 11/2 કપપાણી
  9. 1 ચમચીઆદુ ની પેસ્ટ
  10. 8-10તુલસી ના પાન તાજા ના હોય તો સુકાયેલા લઈ શકાય છે
  11. 1/3ચા ચમચી હળદર પાઉડર
  12. 1/4 ચમચીમરી પાવડર
  13. 1/2 ચમચીલીંબુ નો રસ
  14. 1 ચમચીમધ
  15. ટી-3 ગુલાબી ચા(ઉકાળા ચા)
  16. 2 કપઠંડુ પાણી
  17. 2 ચમચીલીલી ચા પત્તી
  18. 1/3 ચમચીસોડા
  19. 1/2કપઃદૂધ
  20. 1/2 ઇંચટુકડો તજનો
  21. 1/4 ચમચીઈલાયચી પાઉડર
  22. ટી-4 કેસર ચા
  23. 1 કપદૂધ
  24. 1 કપપાણી
  25. 1/4 ચમચીચા મસાલો
  26. 1/4 ચમચીઈલાયચી પાઉડર
  27. 1 ચમચીખાંડ
  28. 10કેસર પત્તી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ફુદીના અને ગોળની ચા બનાવવા માટેની બધી સામગ્રી ગોળ સિવાયની પાણીમાં મિક્સ કરીને ચારથી પાંચ મિનિટ માટે ઉકાળો. ઉકાળ્યા બાદ તેમાં ગોળ ઉમેરો અને બે મિનિટ માટે ઉકાળો અને તેને ચાળીને ગરમા ગરમ પરોસો.

  2. 2

    તૈયાર છે તમારી ફુદીના ગોળની ચા.

  3. 3

    હળદર વાળી ચા બનાવવા માટે પાણીમાં મધ અને લીંબુના રસ સિવાય બધી સામગ્રી ઉમેરીને ચારથી પાંચ મિનિટ માટે ઉકાળો પછી તેમાં હળદર ઉમેરો અને બે મિનિટ માટે પાછો ઉકાળો અને પછી છેલ્લે લીંબુનો રસ ઉમેરો અને મિક્સ કરીને ચાળીને ગરમ ગરમ પીરસો.

  4. 4

    સૌપ્રથમ પાણીમાં ઈલાયચી,તજ નો ટુકડો ચા પત્તી ગરમ કરો અને સારી રીતે ઊકળવા દેવું ત્રણ-ચાર મિનિટ પછી તેમાં સોડા ઉમેરો અને પાછું તેને ત્રણ ચાર મિનિટ સુધી ઉકાળવું જેથી કરીને તે અડધું થઈ જાય.

  5. 5

    હવે તેને ચાળીને તમે ત્રણ ચાર દિવસ માટે ફ્રિજમાં સ્ટોર કરી શકો છો અને ઉકાળો કહેવાય.હવે જ્યારે તમારે ચા બનાવી હોય ત્યારે દૂધ ગરમ કરવો જેટલું ઉકાળો હોય તેનો અડધું દૂધ લેવું અને દૂધ ગરમ કરીને તેમાં ઉકાળો મિક્સ કરીને જરૂરિયાત પ્રમાણે ખાંડ ઉમેરીને ગરમા ગરમ પીરસવો. આનાથી તમે શરદી કફ સાજુ થઈ જાય છે.

  6. 6

    કેસર ની ચા બનાવવા માટે ચા નો મસાલો પતિ ઈલાયચી પાવડર આજતક પેસ્ટ ઉમેરીને તેને ઉકાળો પછી તેમાં દૂધ અને જરૂરી પ્રમાણે ખાંડ ઉમેરીને ઉકાળો પછી. પછી તેને ચાળી લેવું અને સર્વિંગ ગ્લાસ કે કપમાં ઓગાળેલું કેસર ભેરવો અને ગરમા ગરમ પરોસો.

  7. 7
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Pinky Jain
Pinky Jain @cook_19815099
પર

Similar Recipes