પોંગલ/ખીચડી(Pongal /khichdi recipe in Gujarati)

Pinky Jain
Pinky Jain @cook_19815099

#ભાત
પોંગલ એક સાઉથ ઇન્ડિયન ડિશ છે જે નાળિયેરની ચટણી સાથે પીરસવામાં આવે છે .
ખીચડી એક ગુજરાતી વ્યંજન છે બંનેમાં ફરક એટલો જ છે કે ગુજરાતમાં ખીચડી સાથે કડી હોય છે અને સાઉથ માં પોંગલ ની સાથે નારિયેળની ચટણી પરોસવામાં આવે છે .ઉત્તર ભારતમાં મકરસંક્રાંતિના તહેવાર ને પણ ખીચડી નામથી ઓળખવામાં આવે છે આ દિવસે ખીચડી ખાવાનું વિશેષ હોય છે .ખીચડી એટલે કે એકમાં ભેળવેલું અથવા ભેળવીને બનાવતા દાળ અને ચોખા. સામાન્ય રીતે ખીચડી ચાર પ્રકારની હોય છે સામાન્ય ખીચડી ,મિક્સ ખીચડી , વેજિટેબલ ખીચડી, પુલાવ ખીચડી .
મેં આજે સાઉથ ઇન્ડિયન ના રૂપે ખીચડી બનાવવા છે જેને pongal પણ કહેવામાં આવે છે જે મગની મોગર દાળ અને ચોખા સાથે બને છે અને તેની સાથે નારિયેળની ચટણી બનાવી છે ,તમે જરૂરથી બનાવજો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
3 વ્યક્તિ
  1. ખીચડી/ પોંગલ માટે..
  2. 1 કપચોખા
  3. 1/2 કપમુગ ની મોગાર/દાળ
  4. 1/2 ચમચીહળદર
  5. મીઠું સવાદાનુસાર
  6. 3 કપપાણી
  7. 3 ચમચીસમારેલી કોથમીર
  8. વઘાર માટે,,,
  9. 4 ચમચીઘી
  10. 1/2 ચમચીરાઈ
  11. 4 ચમચીકાજુ
  12. 5-67મીઠો લીમડો
  13. 2, સુકા લાલ મરચા
  14. 1લીલુ મરચું
  15. 1 ચમચીમગની દાળ
  16. 1 ચમચીચણાની દાળ
  17. 1/4 ચમચીજીરું
  18. ચટણી માટે...
  19. 1 કપતાજુ નાળિયેર
  20. 1/4 કપદાળિયા
  21. મીઠું સ્વાદાનુસાર
  22. 2 ચમચીતેલ
  23. 1/4 ચમચીમગ ની મોગર
  24. 1/4 ચમચીરાઇ
  25. 1/4 ચમચીજીરું
  26. 1સૂકું લાલ મરચું
  27. 4-5મીઠો લીમડો

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌપ્રથમ દાળ અને ચોખાને ધોઈને અડધો કલાક માટે પલાળી લો.હવે તપેલામાં ગરમ પાણી કરવા મૂકો.

  2. 2

    ગરમ પાણી થઇ જાય એટલે તેમાં હળદર મીઠું અને દાળ ચોખા પલાળેલા છે તે ઉમેરો। હવે તેમાં ઉકાળો આવવા દો પછી તેને ઢાંકી દો અને જ્યાં સુધી દાળ અને ચોખા ચઢી જાય ત્યાં સુધી તેને ચઢવા દો.પંદરથી વીસ મિનિટ સુધી તેને ઢાંકીને દાળ અને ચોખા ચડવા દેવા. જ્યારે દાળ અને ચોખા સારી રીતે ચઢી થઈ જાય એટલે કે સોફ્ટ થઈ જાય ત્યારે સારી રીતે મિક્સ કરીને ગેસ બંધ કરી લેવો. જરૂરિયાત લાગે તો પાણી ઉમેરવું.

  3. 3

    હવે વઘાર આપવાની તૈયારી કરવી. એક બીજા વાસણમાં ઘી ગરમ કરીને તેમાં મગની મોગર દાળ ચણાની દાળ,આખી મરી, સૂકા લાલ મરચાં,મીઠો લીમડો રાઈ જીરો સાંતળો.પછી કાજુ નાખવા બધુ સારી રીતે સં તળાઈ જાય એટલે ખીચડી એટલે કે પોંગલ માં ઉમેરો અને સારી રીતે મિક્સ કરવું અને કોથમીર ઉમેરીને ગરમા ગરમ પરોસો.

  4. 4

    ચટણી બનાવવા માટે નારિયેળ લીલા મરચાં મીઠું એક મિક્સરમાં થોડું થોડું પાણી ઉમેરીને પીસી લેવું પછી તેલ ગરમ કરીને તેમા રાઈ, જીરું સૂકા લાલ મરચાં મીઠો લીમડો સાંતળવું અને ચટણીમાં ઉમેરીને મિક્સ કરવો અને પોંગલ ની સાથે પરોસો.

  5. 5
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Pinky Jain
Pinky Jain @cook_19815099
પર

Similar Recipes