બિસ્કીટ કેક.(Biscuits cake recipe in gujrati)

Mital Kanjani
Mital Kanjani @cook_22823669
Junagadh..

બિસ્કીટ કેક.(Biscuits cake recipe in gujrati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 2પેકેટ પારલે બિસ્કીટ
  2. 2 પેકેટ ચોકલેટ બિસ્કીટ
  3. 2 વાટકીખાંડ
  4. 1 પેકેટઇનો (રેગ્યુલર ફલેવર)
  5. 2 કપદૂધ
  6. ૨,૩ ટીપા વેનિલા એસેન્સ
  7. 2 ચમચીધી લગાડવા માટે
  8. 1જેમ્સ પેકેટ
  9. 1 કપચોકલેટ ચિપ્સ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ બિસ્કીટ ના નાના કટકા કરી તેને મિક્સરમાં નાખો.
    બિસ્કીટ ને સાવ પાવડર ની જેમ પીસી લો.
    બિસ્કીટ ની જેમ ૨ વાટકી ખાંડ ને પણ મિક્સરમાં સાવ પાવડર ની જેમ પીસી લો.

  2. 2

    ત્યારબાદ એક મોટા વાસણ કે તપેલી માં પાવડર કરેલું બિસ્કીટ નાખો.
    ત્યારબાદ તેમાં પીસેલી ખાંડ નો પાવડર સ્વાદાનુસાર નાખો..
    ધીમે ધીમે તેમાં થોડું થોડું કરીને ૨ કપ દૂધ નાખો & હલકા હાથે હલાવતા રહો.

  3. 3

    ત્યારબાદ તેમાં ૨,૩ ટીપા વેનિલા એસેન્સ નાખો..
    વેનિલા એસેન્સ ની જગ્યાએ તમે માર્કેટમાં ઉપલબ્ધ કોઈ પણ એસેન્સ નાખી શકો છો...
    હવે તે બનેલા મિશ્રણ ને હલાવો.
    ત્યારબાદ તેમાં ૧ પેકેટ ENO (રેગ્યુલર ફલેવર) ઉમેરો..

  4. 4

    હવે તે મિશ્રણ ને હલાવો જયાં સુધી તે જાડું (Thick) ના થયી જાય...

  5. 5

    ત્યારબાદ એક ટીન ની તપેલીમાં ૨ ચમચી ધી લગાડો..
    પછી તેમાં તૈયાર થયેલું મિશ્રણ નાખો..

  6. 6

    પછી ઢોકરિયાં ને ગેસ ઉપર મૂકો. તેમાં મિશ્રણ વાળી ટીન ની તપેલી નાખો.... 40 - 45 મિનિટ સુધી તેને ધીમી (Low Flame) આંચે રાખો..

    પછી છરી નાખીને જુઓ.. જો મિશ્રણ ન ચોંટે તો તમારું કેક તૈયાર છે.. બાકી પાછું થોડીક વાર માટે ધીમી (Low Flame) આંચે રાખો..

  7. 7

    તેને ડીશ માં કાઢી Gems or chocolate sauce, chocolate chips સાથે ડેકોરેશન કરો...

    ત્યારબાદ તમારુ કેક રેડી..........

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Mital Kanjani
Mital Kanjani @cook_22823669
પર
Junagadh..

Similar Recipes